શ્રવણા ગામે જલારામ બાપાની 220 ની જન્મ જયંતી ઉજવાઇ - At This Time

શ્રવણા ગામે જલારામ બાપાની 220 ની જન્મ જયંતી ઉજવાઇ


શ્રવણા ગામે જલારામ બાપાની 220 ની જન્મ જયંતી ઉજવાઇ

હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે 8 ની ડાબી બાજુ આવેલ ડુંગરની તળેટીમાં પ્રકૃતિના સાનિધ્યમાં શ્રવણા ગામ આવેલું છે.આ શ્રવણા ગામે દરવર્ષેની જેમ જલારામ બાપા ની 220 મી જન્મ જયંતી ઉજવાઈ
આ પ્રસંગે સવારે મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યાર બાદ હોમ હવન કરવામાં આવ્યું હતું અને જલારામ બાપાની પ્રતિમાને રથ અને ઘોડા પર મૂકી વાજતે ગાજતે સમગ્ર ગામની પરિક્રમા કરવામાં આવી હતી અને સમગ્ર ગામમાં પરિક્રમા કર્યા બાદ સૌકોઈ મંદિરે પરત ફર્યા હતા અને ત્યારબાદ ઉપસ્થિત સૌ કોઈ લોકોએ મહાપ્રસાદ લીધો હતો.આ પ્રસંગે હિંમતનગરના લોકલાડીલા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબ, ગામ
ના સરપંચશ્રી પટેલ વીરેન્દ્રભાઈ, તલાટી કમમંત્રી સિસોદિયા પ્રકાશસિંહ, જલારામ સેવા સમિતિના પ્રમુશ્રી હરેશસિંહ તથા સેવા સમિતિના સભ્યો,ગામલોકો અને આજુબાજુ ના ગામોમાંથી મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહી સૌ કોઈ દર્શન અને મહાપ્રસાદ નો લાભ લીધો હતો.આમ, જલારામ જયંતિ ને ઉજવણી થી આ ગામ મીની વીરપુર તરીકે પણ ઓળખાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.