Ola કંપનીએ એક કસ્ટમરને ચુકવવું પડશે રૂ. 95,000નું વળતર, જાણો કારણ - At This Time

Ola કંપનીએ એક કસ્ટમરને ચુકવવું પડશે રૂ. 95,000નું વળતર, જાણો કારણ


- માત્ર 4-5 કિમીની સવારી માટે 861 રૂપિયા વસૂલ્યા હતાનવી દિલ્હી, તા. 20 ઓગષ્ટ 2022, શનિવાર મોબાઈલ એપ્લિકેશન આધારીત કેબ સર્વિસના કારણે લોકોને ક્યાંક જવું હોય તો રોડ પર કે રીક્ષા-બસના સ્ટેન્ડ પર નથી જવું પડતું અને તેમના ઘર આંગણેથી જ વાહનમાં બેસી શકે છે. આ કારણે જે-તે સ્થળે સમયસર પહોંચી શકાય છે અને ક્યાંક જવામાં સરળતા રહે છે. જોકે આ સાથે જ ભાડા સહિતના અનેક મુદ્દે આ પ્રકારની સેવા આપતી કંપનીઓની મનમાનીના સમાચાર સામે આવતા રહે છે. આ પ્રકારના એક કેસમાં પ્રખ્યાત કેબ સર્વિસ કંપની ઓલા (Ola)ને ઓવરચાર્જિંગ તથા ખરાબ સર્વિસના કારણે ગ્રાહકને 95,000 રૂપિયાની ચુકવણી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. હૈદરાબાદની કન્ઝ્યુમર કોર્ટમાં આ પ્રકારનો નિર્ણય સંભળાવવામાં આવ્યો છે. વ્યાજ સહિત પરત કરવી પડશે રકમફરિયાદીને જે માનસિક પીડા ભોગવવી પડી તેને ધ્યાનમાં રાખીને કંપનીએ ગ્રાહકને 88,000 રૂપિયાનું વળતર આપવું પડશે તથા સુનાવણીની રકમ પેટે 7,000 રૂપિયા પણ ચુકવવા પડશે. આયોગે કંપનીને વળતરની ચુકવણી માટે 45 દિવસનો સમય આપ્યો છે અને જો કંપની કોર્ટનો આદેશ નહીં માને તો તેણે વ્યાજ સહિત તે રકમની ચુકવણી કરવાની રહેશે. ઉપરાંત કંપનીને 861 રૂપિયાની રકમ વાર્ષિક 12 ટકાના દરે વ્યાજ સહિત પરત કરવા કહેવામાં આવ્યું છે. શું હતો સમગ્ર કેસહૈદરાબાદની કન્ઝ્યુમર કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં ગ્રાહકે એવો આરોપ લગાવ્યો હતો કે, માત્ર 4-5 કિમીની યાત્રા માટે તેના પાસેથી બળજબરીથી 861 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. વાસ્તવમાં તેટલા અંતર માટે 200 રૂપિયાથી વધારે ભાડુ ન થઈ શકે. હૈદરાબાદમાં રહેતા જાબેજ સૈમુઅલે 19 ઓક્ટોબર 2021ના રોજ પોતાની પત્ની તથા અન્ય એક સંબંધી સાથે બહાર જવા માટે ઓલા કેબ બુક કરી હતી. કેબ ખૂબ જ ગંદી હતી અને ડ્રાઈવરે એસી ચાલુ કરવાની પણ મનાઈ કરી દીધી હતી. ઉપરાંત તેણે અભદ્ર વ્યવહાર કર્યો હતો અને 4-5 કિમી આગળ ગયા બાદ 861 રૂપિયા ચુકવવા માટે કહ્યું હતું. જાબેજે એટલા રૂપિયા આપવાની મનાઈ કરી તો ડ્રાઈવરે ખરાબ વ્યવહાર કરીને બળજબરીથી તે રકમ વસૂલી હતી. કંપનીના અધિકારીઓને ફરિયાદ કરીસૈમુઅલના કહેવા પ્રમાણે તેણે વધુ બિલની વસૂલાત મામલે ઓલા કેબ્સમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ કંપનીના અધિકારીઓએ હસ્તક્ષેપ કરવા મનાઈ કરી દીધી હતી. ઓલાના અધિકારીઓએ વારંવાર ફોન કરીને બિલ ચુકવવા કહ્યું એટલે જાબેજે કન્ઝ્યુમર કોર્ટની મદદ લીધી હતી. નોટિસ પાઠવવા છતાં પણ કંપની કેસ લડવા માટે આયોગ સામે હાજર નહોતી થઈ. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.