સેવા માટે હાકલ કરતા જ હાજર થાય એ શ્રી રામદૂત ની ૫૨૫ સભ્યો ની સેના.. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ohwxs8t3jfeqhizs/" left="-10"]

સેવા માટે હાકલ કરતા જ હાજર થાય એ શ્રી રામદૂત ની ૫૨૫ સભ્યો ની સેના..


સુરત ની સામાજિક નવરચિત સંસ્થા "શ્રીરામદૂત સેના" સેવા માટે હાકલ કરતા જ હાજર થાય એ શ્રી રામદૂત ની સેના..માત્ર ૧૫ મહિનામાં અસંખ્ય સભ્યો નો સેવાત્મક પરીવાર એટલે સુરત માં શ્રી રામના દૂત હનુમાનજી મહારાજ ના નામથી ચાલતું ૫૨૫ યુવકો નું વિશાળ સેવા મંડળ.માત્ર સવા વર્ષ પૂર્વે સેવાના ત્રણ મહામુહિમ ના સેવા વિચાર થી અને શ્રી રામદૂત નામથી કરવામાં આવ્યો હતો સેવા સંસ્થા નો શુભારંભ...

શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ની સેવાનો પ્રારંભ ૦૧/૦૧/૨૦૨૩ ના રોજ થઈ હતી આ સંસ્થાનું સંચાલન ત્રણ પ્રમુખ એવા મનોજભાઈ પાલડિયા  નિતેશભાઈ મોતિસરિયા અને જીતેન્દ્રભાઈ મોવાલિયા કરી રહ્યા છે.આ સંસ્થામાં કુલ મળીને ૫૨૫ થી પણ વધુ સભ્યો જોડાયેલ છે તેથી શ્રી રામદૂત સેવા પરીવાર તરીકે પણ ઓળખાય છે.સેવાની શરૂઆત થયા ના માત્ર પંદર મહિનામાં ૭૦ થી પણ વધુ નિસહાય અને નિરાધાર પરિવારોને સંસ્થા દતક લઈ ચૂકી છે આ ૭૦ નિસહાય અને નિરાધાર પરિવાર ને દર મહિને નિયમિતપણે અનાજ કરિયાણું રાશન કીટ અર્પણ ની સંપુર્ણ જવાબદારી ટ્રસ્ટ દ્વારા નિભાવવામાં આવે છે.

આ સંસ્થા દ્વારા ૧૫ મહિનામાં અન્ય જરૂરિયાત મંદ ૩૦૦ થી પણ વધુ પરિવારોને અનાજ કરિયાણા ની રાશન કીટો અર્પણ કરવામાં આવી છે. 

સંસ્થાએ પાંચ થી વધારે પરિવારને મેડિકલ સહાય પેટે ધનરાશી અર્પણ કરેલ છે તેમજ વિધવા માતાઓ માટે સહાય, એકલા અટુલા અશક્ત વૃદ્ધ દંપતીને સહાય તેમજ શિક્ષણ માટે જરૂરિયાતમંદ પરિવારોના બાળકો માટે વિદ્યાદાન સ્વરૂપે શિક્ષણ ફી તથા નાનામાં નાના સૂક્ષ્મ જીવોની આતરડી ઠરે તેના માટે તો  વર્ષ દરમિયાન એકવાર કીડિયારું, અને લુપ્ત થતી ચકલીઓ માટે ચકલીના માળા અને પાણીના કુંડાની સેવા અર્થે જોગવાઈ તો ખરી જ એટલે આ સંસ્થા દરેક દિશાની સેવા માટે પૂરતા પ્રયાસ કરે છે તેથી આ સંસ્થા અતિ જરૂરીયાતમંદ પરીવાર માટે આશીર્વાદ રૂપ નીવડી રહી છે. જે અંતર્ગત આ વર્ષે આવનાર તા.૧૯/૫/૨૦૨૪ ને રવિવાર ના રોજ પણ કીડિયારું પૂરવાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

સામાજીક સેવા અંતર્ગત યુવાનો માં વધતા જતા વ્યસન થી ગંભીર બિમારીઓનાં ભોગ બની દુઃખી થતાં પરીવાર ની ચિંતા ના ગંભીર વિષય ને ધ્યાને લઈ વ્યસન મુક્ત સમાજ બનાવવા અભિયાન હાથ ધરવામાં આવેલ છે તેથી સૌ પહેલા જે યુવાન  આ સંસ્થા નો સભ્ય બનવા ઈચ્છતો હોય તો તેને નિરવ્યસની કરાવીને જ સભ્ય પદ આપવામાં આવે છે. એટલે આ સંસ્થા ના તમામ ૫૨૫ સભ્યો બિલકુલ વ્યસન મુક્ત છે.

આ વિશાળ યુવક મંડળ ની ખાસિયત એ પણ છે કે સુરત ની કોઈપણ સેવા સંસ્થા ના મોટા કાર્યક્રમો હોય ત્યારે સેવા માટે આ સંસ્થાના દૂતો તૈનાત રહે છે અને કાર્યક્રમો નું સંચાલન કરે છે. તેથી આ સંસ્થા ના યુવાનોને શ્રી રામદૂત ની સેના કે ફૌજ ના હુલામણા એવા નામથી ઓળખે છે. હાકલ કરતા હાજર થાય એ શ્રી રામદૂત ની સેના..!! સુરત ના જ ૫૨૫ થી પણ વધુ યુવાનોના વિશાળ નેટવર્ક દ્વારા ચાલતી નોખી અને અનોખી સેવાઓની સુવાસ થી હ્રદય સ્પર્શી વાત એ પણ છે કે ગત તા.૭/૪/૨૦૨૪ ને રવિવાર ના રોજ શ્રી રામદૂત યુવક સેવા સંસ્થા ના યુવા મિત્ર મંડળનો સેવાના પ્રથમ વાર્ષિકોત્સવ નિમીત્તે યોજેલ સ્નેહમિલન અદ્વિતીય હતો. કેમ કે સ્નેહમિલન સેવા સન્માન પારદર્શક અને સ્નેહભરી લાગણી નો હતો.આપણે સૌએ હાલમાં શહેરોમાં કોઈ એક ગામ કે પરિવારના, તાલુકાના ,જીલ્લાના પારિવારિક તથા સામાજીક અને ગ્રામ્ય સ્નેહમિલન અઢળક જોયા પરતું આ એક શ્રી રામદૂત ટ્રસ્ટ સંસ્થાનું સ્નેહમિલન કઈંક અલગ અને અનોખું હતું. જેમણે એક એવી પહેલ કરી છે કે તેમની સેવા સંસ્થાના તમામે તમામ સભ્યોના પરિવાર સાથે હળીમળીને સ્નેહમિલન સહ સન્માન સમારોહ માં હાજરી આપી એકત્ર થાય અને સંસ્થા દ્વારા જે કાંઈ પણ કાર્યો થતા આવ્યા હોય અને આગળ જે નવીનતમ સેવાઓ કરવાની હોય તેની ચર્ચા વિચારણાઓ કરી એકમેક ના વિચારો ની આપલે થાય તેવા હેતુસર ની રજુઆતો થાય તેવું સેવા સ્નેહમિલન હતું.નાના માં નાના માણસ નું સ્ટેજ પર સન્માન થાય એટલે નાત જાત રાગ દ્વેષ જ્ઞાતિ ધર્મ ના ભેદ ભાવ ની વિચારસરણીનો પહાડ તોડી સમસ્ત માનવ સમાજ ના કલ્યાણ સાથે અહમ અને આત્મસંતોષ સાથે સ્વાભિમાન નું સ્નેહમિલન હતું. આ પ્રથમ વાર્ષીક સેવા સ્નેહમિલન અવસરે સેવા ના યોધ્ધા પ્રતિષ્ઠિત ગણાતા એવા અને ટ્રસ્ટ ના માર્ગદર્શક ૧૧૧ વખત રકતદાન કરી માનવતા પૂર્ણ કાર્ય કરતા રક્તદાતા અને ગ્રીન આર્મી મેન તરીકે ઓળખાતા શ્રી મનસુખભાઈ કાસોદરીયા ઉપસ્થીત રહ્યા હતા  જ્યારે શહેરની અન્ય સહયોગી સંસ્થા જેવી કે જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ,પ્રેમવતી ગોલ્ડ,મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ, વિદ્યા વિકાસ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી કૃષ્ણ મહિલા મંડળ સત્સંગ સેવા, યોગી જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ, રાધે જ્વેલર્સ, સામાજિક કાર્યકર્તા શ્રી પંકજભાઈ સરખેદીયા તેમજ શ્રીકર વિદ્યા સંકુલ ના ટ્રસ્ટીશ્રી, ડાંગ વિસ્તારના ફોરેસ્ટ અધિકારી શ્રી શૈલેષભાઈ અને મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ ના પ્રિન્સિપલશ્રી યુવાનોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા.મિત્રો હજુ આ સંસ્થા ને માત્ર સવા વર્ષ જ પૂર્ણ થયું અને ૫૨૫ સભ્યો નો પરીવાર બન્યો છે આવતા પાંચ વર્ષમાં ૫૦૦૦ થી પણ વધુ સભ્યો નો સેવા પરીવાર બને તેવી આશા સેવી રહ્યા છે. ત્યારે હજુ પણ આ સેવા સંસ્થા માં જોડાવવા અસંખ્ય યુવાનો આતુર છે અને ફોર્મ પણ ભરી માનવતા પૂર્ણ કાર્ય માં ભાગીદાર બનવા આગળ આવી રહ્યા છે જો કોઈને ને પણ આ સેવા સંસ્થાના જોડાવું કે સેવા પરમાર્થ ના કાર્ય માં ભાગીદાર થવું હોય તો રામદૂત યુવક સેવા મંડળ આવકારે છે સેવા નું સરનામું શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ - સુરત ૪૦ M.D પાર્ક સોસાયટી પરમસુખ ગુરુકુળ ની સામે સીમાડા નાકા સુરત સંપર્ક નંબર ૭૬૦૦૨૦૨૦૩૬ અનુરોધ છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]