પરષોત્તમ રૂપાલાનો વિરોધ વિરપુર ખાતે જોવા મળ્યો.... - At This Time

પરષોત્તમ રૂપાલાનો વિરોધ વિરપુર ખાતે જોવા મળ્યો….


ક્ષત્રિય સમાજના યુવાનોએ રસ્તો રોકી વિરોધ દર્શાવ્યો, પોલીસે યુવાનોની અટકાયત કરી...

મહિસાગર જીલ્લાના વિરપુર ખાતે પરસોત્તમ રૂપાલાને વિરોધ જોવા મળ્યો હતો વિરપુર તાલુકાના ક્ષત્રિય સમાજના યુવાનો એકા એક બસ સ્ટેન્ડ સામેના જાહેર માર્ગ પર આવી રૂપાલા વિરુદ્ધ વિરોધ દર્શાવ્યો હતો જોકે પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસીંહ જાદવનુ વિજય વિશ્વાસ સંમેલન વિરપુરના હાંડીયા ગામે યોજાવાનું હતું એજ સમયે ક્ષત્રિય સમાજના યુવાનો એકા એક રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને રૂપાલા વિરુદ્ધ નારા લગાવી રસ્તો ચક્કાજામ કર્યો હતો જોકે વિરપુર પોલીસને જાણ થતાં સ્થળ પર દોડી આવી હતી તમામ યુવાનોને ડીટેન કર્યા હતા જોકે ભાજપનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ યુવાનોને છોડી દેવામાં આવશે તેવું ટેલીફોનીક વાતચીતમાં પોલીસે જણાવ્યું હતું...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.