બોટાદ બ્રેકીંગ - At This Time

બોટાદ બ્રેકીંગ


પશુઓ ચરાવવા બાબતે વાડી વિસ્તારમાં જુથ અથડામણ થતાં 10 થી 12 લોકો ઈજાગ્રસ્ત.

ઈજાગ્રસ્તોને બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લવાયા.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ઢાઢોદર અને ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના દાત્રેટિયા ગામ વચ્ચેના વાડી વિસ્તારની ઘટના.

ખેતર વિસ્તારમાં પશુઓ ચરાવવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી અને ગાળાગાળી બાદ થઈ હતી જૂથ અથડામણ.

પશુઓ ચરાવવા જેવી સામાન્ય બાબતમાં બંને જૂથ સામ સામે આવ્યા

ગાળાગાળી બાદ મામલો ઉગ્ર બન્યો હતો જેથી મારા મારીમાં 10 થી 12 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.

તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા.

સમગ્ર ઘટનાની જાણ બરવાળા પોલીસને થતાં ઘટના સ્થળ પર દોડી ગઈ હતી.

બરવાળા તાલુકાના ઢાઢોદર ગામના વાડી માલિક ઈજાગ્રસ્ત નિલેશભાઈ નાથાભાઈ શીહોરા એ આપી માહિતી.

પોતાની વાડીમાં અગાઉ પણ 6 મહિના પહેલા આ બાબતે જ માથાકૂટ થઈ હતી અને પોલીસ ફરિયાદ બાદ સમાધાન થયેલ હોવાનું જણાવ્યું.

લાકડી ધોકા વડે 20 થી વધુ લોકોએ હુમલો કરી ધમકી આપી હોવાનું જણાવ્યું.

બરવાળા પોલીસે દવાખાને પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.