જીલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દ્વારા રાજુલા તાલુકામા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ohjo6txtixjizubg/" left="-10"]

જીલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દ્વારા રાજુલા તાલુકામા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયુ


લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ માં અમરેલી જીલ્લામા વધુમા વધુ મતદાન થાય તેવા ઉમદા હેતુથી જીલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન પર્વના મહત્વ અને મતદાન અંગે જાગૃતિ લાવવા વિવિધ પ્રકારના કાર્યક્રમો હાથ ધરી મતદારોને ૧૦૦ ટકા મતદાન કરવા માટેનો સંદેશ આપવામા આવી રહ્યો છે.

જે અંતર્ગત જીલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા દ્વારા રાજુલા તાલુકાના ચાંચ ગામે સ્વર્ણિમ સંકુલમાં કોલેજના વિધાર્થીઓ,મહિલાઓ અને ગ્રામજનોને તેમજ ટીટી કોટન પ્રાઈવેટ લિમિટેડ કંપની કડિયાળી ખાતે ઔધોગિક એકમમાં કામ કરતા વ્યક્તિઓને મતદાન જાગૃતિ અંગેનુ માર્ગદર્શન પુરુ પાડયુ હતુ અને તમામને અવશ્ય અને અચૂક મતદાન કરવા ખાસ અનુરોધ કરી આગામી લોકસભા ચૂંટણીમાં યુવા મતદારો,સ્ત્રી મતદારો અને વયસ્ક મતદારો સહિત તમામ મતદારો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરી ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર મતદારોને વિડિયો દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના મહિલા મતદારોના મતદાનમાં જે તફાવત આવે છે તે તફાવત દૂર થાય અને તમામ મહિલા મતદારો ૧૦૦ ટકા મતદાન કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા તેમજ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ,હેલ્પલાઈન નંબર અને એપ્લિકેશન વિશે માહિતી પૂરી પાડી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મતદારોએ દેશહિતમાં અચૂક મતદાનના શપથ લઈ મતદાન જાગૃતિ અંગેનું સિગ્નેશર અભિયાન પણ હાથ ધરેલ.

આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડયા,પ્રાંત અઘિકારી ડો.મેહુલ બરાસરા,મામલતદારશ્રી એ.કે.શ્રીમાળી,ટીડીઓ હિતેષ ૫રમાર,તાલુકા હેલ્થ ઓફિસર ડો.નિલેશ કલસરીયા,તાલુકા શિક્ષણ અધિકારી હિનાબેન ચાંઉ, સીડીપીઓ નયનાબેન શેઠ,પશુ ચિકિત્સા અધિકારી વી.વી.ભૂત,એટીડીઓ અશ્વિન દાણીઘારીયા અને તાલુકા સંકલનના તમામ અઘિકારીઓ અને કર્મચારીશ્રીઓ હાજર રહેલ તેમજ જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા લોકોને લોકશાહીના મહાપર્વમાં મતદાન થકી સહભાગી થવા અનુરોધ કરવામા આવેલ જે યાદીમાં જણાવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]