ભાવનગર શહેરના વિવિધ મેદાનોમાં સાંસદ ખેલ સ્પર્ધાનું સફળ આયોજન. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/odhtnudggw294lzl/" left="-10"]

ભાવનગર શહેરના વિવિધ મેદાનોમાં સાંસદ ખેલ સ્પર્ધાનું સફળ આયોજન.


દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવાનો વિચાર સાકાર થઈ રહ્યો છે ત્યારે ભાવનગરના રમતવીરોને પ્રોત્સાહન આપવાના હેતુથી સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરના રમત ગમતના વિવિધ મેદાનોમાં તારીખ ૧૮ જૂન ૨૦૨૨ અને શનિવારના રોજ ત્રણ હજાર કરતા વધુ રમતવીરોએ કબડ્ડી, ખોખો, વોલીબોલ, રસ્સા ખેંચ જેવી વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા
સાંસદ ખેલ રમોત્સવનો વિચાર સાકાર કરવા માટે થઈને ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળ ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે, ભાજપના શહેર અઘ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ અને ડી.બી. ચુડાસમાના માર્ગદર્શનમાં સમગ્ર શહેર સંગઠન, મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો તેમજ તમામ વોર્ડના હોદ્દેદારો, શિક્ષણ સમિતિના સદસ્યો, તમામ સેલ મોરચાના હોદ્દેદારો આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉપાડેલ તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.

રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]