આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે આગામી યોગદિવસ ૨૧ જૂનના રોજ ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા ભાવનગર શહેરના ૭૫ જેટલા વિવિધ સ્થળોએ યોગશિબિરોનું આયોજન. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/m1lwzanaj0kdt8jy/" left="-10"]

આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે આગામી યોગદિવસ ૨૧ જૂનના રોજ ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા ભાવનગર શહેરના ૭૫ જેટલા વિવિધ સ્થળોએ યોગશિબિરોનું આયોજન.


ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. ૨૧ મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ ૨૧ મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવા માટે સૂચન કર્યું હતું. ત્યારબાદ આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ ૨૦૧૫ થી ૨૧ મી જૂનને “વિશ્વ યોગ દિવસ” તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવેલ.

આગામી ૨૧ જૂન ૨૦૨૨ ના રોજ ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા યોગશિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ આપણી આઝાદીનું ૭૫ મુ વર્ષ ચાલી રહ્યું હોય “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિતે આ વખતેના યોગદિવસના રોજ ભાવનગર શહેરના ૭૫ જેટલા વિવિધ સ્થળોએ યોગશિબિર થવાની છે, ત્યારે આ કાર્યક્રમમાં શહેરના તમામ વોર્ડના સામાજિક આગેવાનો તેમજ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવશે. ૨૧ જૂનના રોજ સવારે સાતથી આઠ વાગ્યા સુધી થનારા આ કાર્યક્રમમાં ગુજરાત યોગ બોર્ડના જવાબદાર પ્રતિનિધિઓ દ્વારા વિવિધ સ્થળો પર યોગ શિક્ષકની દેખરેખમાં થનારી આ શિબેરો, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યા મહામંત્રીઓ યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ તેમજ ડી.બી. ચુડાસમાના માર્ગદર્શનમાં થશે. ભાવનગર શહેર ભાજપના ઉપપ્રમુખ તથા આ કાર્યક્રમના ઇન્ચાર્જ વિજયભાઈ લોલીયાણા તેમજ મહિપતભાઈ ત્રિવેદી અને શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહેલના સહઇન્ચાર્જ તળે આ યોગશિબિરોમાં શહેર સંગઠનના તમામ હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો, મહાનગર પાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો, તમામ વોર્ડના વોર્ડપ્રમુખો અને વોર્ડ સંગઠન, શિક્ષણ સમિતિના સદસ્યો, યુવા તેમજ મહિલા મોરચા અને તમામ સેલ મોરચાના સદસ્યો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવશે તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.

રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]