હવે નોકરીયાતોને સપ્તાહમાં 3 રજા મળશે તો બીજી તરફ ઑન હેન્ડ સેલેરી ઘટશે, નવા લેબર કોડથી થશે બદલાવ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oaarasgrxmr28uii/" left="-10"]

હવે નોકરીયાતોને સપ્તાહમાં 3 રજા મળશે તો બીજી તરફ ઑન હેન્ડ સેલેરી ઘટશે, નવા લેબર કોડથી થશે બદલાવ


દેશના શ્રમ કાયદાઓમાં સરકાર ટૂંક સમયમાં અનેક ફેરફાર કરવા જઇ રહી છે. દેશમાં આગામી 1 જુલાઇથી આ નવા નિયમો લાગૂ થાય તેવી સંભાવના છે. જો કે હજુ સુધી તેને લઇને સરકાર દ્વારા કોઇપણ પ્રકારનું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું નથી. મોટા ભાગે જ્યારે દેશમાં કોઇ નવો કાયદો આવવાનો હોય છે તો તેના 15 દિવસ પહેલા સરકાર દ્વારા તેને લઇને કોઇ પ્રકારનું નોટિફિકેશન જાહેર કરવામાં આવતું હોય છે પરંતુ લેબર કોડને લઇને હજુ સુધી સરકાર દ્વારા કોઇ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી.

જો 1 જુલાઇથી દેશમાં નવા શ્રમ કાયદાઓ લાગૂ થશે તો નોકરીયાત વર્ગ માટે આ છ મોટા ફેરફાર થવાની સંભાવના છે.

1) સપ્તાહમાં ત્રણ રજાઓ

કંપનીઓમાં અત્યારે 6 દિવસ કામ અને 1 દિવસ રજાનો નિયમ છે, પરંતુ નવા લેબર કોડ બાદ નોકરીયાત વર્ગને સપ્તાહમાં ત્રણ દિવસ રજા મળશે. વાસ્તવમાં, નવા લેબર કોડમાં દેશમાં મહત્તમ 48 કલાક કામ લેવાની જોગવાઇ અમલી થઇ શકે છે.

2) 8 ને બદલે 12 કલાક કામ કરવું પડશે

નવો લેબર કોડ લાગૂ થશે તો તેનાથી કામના કલાકોમાં વધારો થશે. જો સપ્તાહમાં 3 રજા રહેશે તો ચોક્કસપણે ચાર દિવસમાં કામના કલાકો 8 કલાકથી વધીને 12 કલાક થશે.

3) નિવૃત્તિ પછી મોટી રકમ મળશે

1 જુલાઇથી નવો લેબર કોડ લાગૂ થયા બાદ કર્મીઓને પીએફ અને ગ્રેચ્યુઇટીમાં વધુ રકમ જમા થવા લાગશે જેને કારણે નિવૃત્તિ બાદ તેઓને હાથમાં મોટી રકમ આવશે. જ્યારે ગ્રોસ સેલેરીના ભથ્થા ઓછા થઇ જશે. નવા લેબર કોડમાં બેસિક સેલેરી અને ભથ્થા 50-50ના ગુણોત્તરમાં હશે. 

4) ઑન હેન્ડ સેલેરી ઘટશે

નવો શ્રમ કાયદો અમલી બનતા જ એક તરફ બેઝિક સેલેરી વધવાથી પીએફ અને ગ્રેચ્યુઇટીમાં કર્મીઓનું યોગદાન વધી જશે, તો બીજી તરફ તેઓની ઇન હેન્ડ સેલેરી અથવા ટેક હોમ સેલેરી ઘટી જશે.

5) બે દિવસમાં ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ

નવા શ્રમ કાયદા બાદ નોકરી છોડવા પર બે જ દિવસોમાં કંપનીઓના કર્મચારીઓનું ફૂલ સેટલમેન્ટ કરવાનું રહેશે. નોકરી છોડવાના માત્ર 2 જ દિવસમાં કર્મચારીઓને બધા જ પૈસા મળી જશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]