વઢવાણમાં બે અને ધાંગધ્રામાં એક સહિત કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ - At This Time

વઢવાણમાં બે અને ધાંગધ્રામાં એક સહિત કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ


- સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહેલુ કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક- વઢવાણ શહેરી વિસ્તારમાં એક્ટિવ કેસની સંખ્યા 12 થઈ : ટેસ્ટનું પ્રમાણ વધારી દેવાયુસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. સંક્રમણ વધતુ જતુ હોવાથી આરોગ્ય વિભાગ સહિત તંત્રમાં ચિંતા પ્રસરી છે. એમાંય વઢવાણ શહેરી વિસ્તારમાં પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સોમવારે ધાંગધ્રામાં એક કેસ અને વઢવાણ શહેરી વિસ્તારમાં નવા બે કેસ નોંધાતા જિલ્લામાં કુલ ત્રણ નવા કેસ નોંધાયા છે.આ અંગેની વધુ વિગત એવી છે કે, ઝાલાવાડમાં ધીમે-ધીમે કોરોનાના કેસ વધી રહ્યા છે. ખાસ કરીને વઢવાણ શહેરી વિસ્તારમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૨ થઈ છે. ધાંગધ્રામાં એક અને વઢવાણમાં બે નવા કેસ નોંધાયા છે. એક દર્દીને રજા આપવામાં આવી છે. જિલ્લામાં હાલ લીંબડીમાં એક, ધાંગધ્રા માં એક, વઢવાણમાં ૧૨ મળી કુલ ૧૨ એક્ટિવ કેસ છે. પોઝિટિવ કેસમાં વધારો થવાના પગલે આરોગ્ય તંત્ર દ્વારા ટેસ્ટ કરવાની કામગીરીને વેગ આપવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. સાંજ સુધીમાં ૭૨૫  આર.ટી.પી.સી.આર અને ૧૭૮ એન્ટીજન મળીને કુલ ૯૦૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.