જુનાગઢ જીલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે બે દીવસની રજા જાહેર નો આદેશ કરતુ જૂનાગઢ જીલ્લા શિક્ષણ અધિકારી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nyi9si8w5xbu4mxm/" left="-10"]

જુનાગઢ જીલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે બે દીવસની રજા જાહેર નો આદેશ કરતુ જૂનાગઢ જીલ્લા શિક્ષણ અધિકારી


જુનાગઢ જીલ્લામાં ભારે વરસાદની આગાહી હોય તેના ભાગરૂપે વિદ્યાર્થીઓની સલામતી માટે તા.૧૪/૦૭/૨૦૨૨ તથા તા.૧૫/૦૭/૨૦૨૨ આમ કુલ બે દિવસ જુનાગઢ જીલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવે છે. તા.૧૪/૦૭/૨૦૨૨ તથા તા.૧૫/૦૭/૨૦૨૨ દિવસે કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને શાળામાં બોલવવાના રહેશે નહી જેની દરેક આચાર્યશ્રીઓએ નોંધ જણાવી તેમજ આ બાબતે અંગત કાળજી લેવાની રહેશે, શાળા ખુલ્લી રાખવાની રહેશે તથા શાળાના તમામ કર્મચારીઓએ શાળામાં હાજર રહેવાનુ રહેશે. કોઈપણ કર્મચારીએ હેડકવાર્ટર છોડવાનુ રહેશે નહી.અતિ ભારે વરસાદના પગલે શાળામાં આશ્રય સ્થાન આપવા કે રાહત કેન્દ્ર તાત્કાલીક ધોરણે શરૂ કરવાનુ થાય ત્યારે શાળા તાત્કાલીક ખુલે તેવી વ્યવસ્થા શાળાના આચાર્યશ્રીએ ગોઠવવાની રહેશે તેવી યાદી જૂનાગઢ જીલ્લા શિક્ષણ અધિકારી ની યાદી જણાવેલ છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]