ઉમરાળા ખાતે તા. 3 ડીસેમ્બરના મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે - At This Time

ઉમરાળા ખાતે તા. 3 ડીસેમ્બરના મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે


*ઉમરાળા ખાતે તા. 3 ડીસેમ્બરના મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે*

ભારતના ચૂંટણી પંચ દિલ્હી દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૪ની લાયકાત સંદર્ભે ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે તા.૨૭ ઓકટોબર થી તા.૦૯ ડિસેમ્બર સુધી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આ કાર્યક્રમ અંતર્ગત નવા નામ દાખલ કરવા,નોંધાયેલ નામ કમી કરાવવા તથા મતદારની વિગતોમાં સુધારા કરવા માટેના ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ દરમ્યાન ચૂંટણી પંચ દ્વારા રવિવારના ખાસ ઝુંબેશ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે તા.૦૩/૧૨/૨૦૨૩ ને રવિવારના દિવસે સવારના ૧૦ કલાકથી સાંજના ૫ કલાક દરમ્યાન તમામ મતદાન મથકો ઉપર બુથ લેવલ ઓફિસર હાજર રહી મતદાર યાદી સંબંધિત ફોર્મ સ્વીકારવાની કામગીરી કરશે તા.૦૩/૧૨/૨૦૨૩ના રોજ મતદારયાદીમાં નામ નોંધાવવા માટે તા.૧/૧/૨૦૨૪ની સ્થિતિએ જેઓની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોય તેઓ પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકે છે તેમજ ઓનલાઇન ફોર્મ ભરવા માટે વોટર હેલ્પલાઇન એપ VSP પોર્ટલનો ઉપયોગ કરી મતદારયાદીમાં નામ નોંધણી કરાવી શકે છે તેમ મદદનીશ મતદાર નોંધણી અધિકારી ૧૦૬-ગઢડા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર, ઉમરાળાની યાદીમાં જણાવાયું છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.