સંત શિરોમણી ભક્તશ્રી ભીખાબાપાની ચતુર્થ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે કુકસવાડા મુકામે રક્તદાન કેમ્પ યોજાયો🩸 - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nx3ysrwu4sqlemav/" left="-10"]

સંત શિરોમણી ભક્તશ્રી ભીખાબાપાની ચતુર્થ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે કુકસવાડા મુકામે રક્તદાન કેમ્પ યોજાયો🩸


🩸
આજ રોજ તા.૨૧.૧૨.૨૦૨૨,બુધવારના રોજ માળિયા(હાટીના)તાલુકાના કુકસવાડા ગામે સંત શિરોમણી ભક્તશ્રી ભીખાબાપાની ચતુર્થ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજનો આ રક્તદાન કેમ્પ શ્રી ભીમાભાઈ કે.ભાદરકા(પૂર્વ સરપંચશ્રી કુકસવાડા)તેમજ શ્રીરામ વોલેન્ટરી બ્લડ બેન્ક-પોરબંદર અને માં ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
આજના આ રક્તદાન કેમ્પમાં ૧૦૧ યુનિટ બ્લડ એકત્રીત થયું હતું.આજના રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત તમામ રક્તદાતાઓના રક્તદાન થકી જરુરીયાતમંદોને રક્તદાનનો લાભ મળશે.કુકસવાડા ગામમાં જન્મેલા અને દાન ધર્મ થકી ગામને ઉજળું કરનાર ભક્તશ્રી ભીખાબાપાના ચીંધેલા દાનના માર્ગ થકી આજે રક્ત રુપી મહાદાન કરી રક્તદાતાશ્રીઓએ પોતાનો દાન ધર્મ સાર્થક કર્યો છે આ તકે તમામ રક્તદાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.આપના માનવતાના આ કાર્ય થકી જરુરિયાતમંદ સુધી બ્લડ પહોંચતું થશે.
કુકસવાડા ગામમાં કાર્યરત માં ગૌસેવા હોસ્પિટલના ગૌસેવકો આજુબાજુના વિસ્તારની ગાયો માટે ખુબ સારી એવી સેવા કરી રહ્યા છે જે ગૌસેવકોએ આજના આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યુ છે જે ખુબ જ ધન્યવાદને પાત્ર છે.સાથે સાથે કુકસવાડા ગામના ગ્રામજનોનો પણ સારો એવો સહકાર રહ્યો છે જેના થકી આજનો આ કેમ્પ સફળ રહ્યો છે.
પૂજ્ય ભીખાબાપાએ ચિંધેલા રાહ થકી આપણે સૌ આવા માનવતાના,પ્રકૃતિના,આરોગ્ય,ગૌમાતાના કાર્યો કરતા રહીએ તેમજ આ શુભ કાર્યોમાં ઈશ્વર આપને ખુબ પ્રેરકબળ આપે તેવા શુભ આશયથી આજના આ રક્તદાનકેમ્પને સફળ બનાવવામાં સહભાગી થયેલ સૌ રક્તદાતાશ્રીઓ,ડૉક્ટરશ્રીઓ,શ્રી રામ વોલેન્ટરી બ્લડ બેંકના ડૉક્ટરશ્રીઓ,ગૌસેવકો તેમજ કુકસવાડા ગ્રામજનોનો ખુબ ખુબ આભાર....

🇮🇳જય હિન્દ 🇮🇳
રિપોર્ટર
સુદીપ ગઢિયા -9909622115
સંકલન
નાથા ભાઈ નંદાણીયા
આરેણા શિવમ ચક્ષુદાન


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]