વ્યાજખોરોનો ત્રાસ પોલીસ પરિવાર સુધી પણ પહોંચી ગયો - At This Time

વ્યાજખોરોનો ત્રાસ પોલીસ પરિવાર સુધી પણ પહોંચી ગયો


રાજકોટમાં હવે વ્યાજખોરોનો ત્રાસ પોલીસ પરિવાર સુધી પણ પહોંચી ગયો છે. વ્યાજંકવાદના વમણમાં પોલીસમેનના માતા - પિતાનો આપઘાત કરતા ચકચાર મચી છે. રાજકોટ શહેર પોલીસમાં હાલ સ્પેશ્યલ બ્રાંચના ચૂંટણી સેલમાં ફરજ બજાવતા મિલનભાઈ ખુંટના પિતા નિલેશભાઈ અને માતા ભારતીબેને ટંકારા તાલુકાના છત્તર ગામે પ્રાથમિક શાળા પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. મૃતક દંપતી હડાળા ગામે રહેતા હતા. રાજકોટમાં પુનિતનગર ટાંકા પાસે મકાઈના ડોડાની રેકડી રાખી વેપાર કરતા હતા. બનાવથી ખુંટ પરિવારમાં કલ્પાંત છવાયો છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત મુજબ, નિલેશભાઈ મનસુખભાઈ ખુંટ (ઉ.વ.45) અને તેના પત્ની ભારતીબેન (ઉ.વ.43)એ ગઈકાલે બપોરે 2 વાગ્યે ટંકારાના છત્તર ગામમાં આવેલી પ્રાથમિક શાળા નજીક ઝેરી દવા પી લીધી હતી. કોઈએ દંપતીને જોઈ લેતા 108ને જાણ કરતા 108ના ઇએમટી રેશ્માબેન અને રૂબીનાબેન દોડી આવેલ. 108માં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્રે સારવારમાં નિલેશભાઈનું 3.16 વાગ્યે અને ભારતીબેનનું 4.30 વાગ્યે મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં ટંકારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવેલો. બંનેના મૃતદેહ પીએમ અર્થે ખસેડયા હતા. એલઆરડી તરીકે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મિલનભાઈ મૃતક દંપતીના એક માત્ર સંતાન છે. તેઓ પણ સગા સંબંધી અને પરિવાર સાથે હોસ્પિટલે દોડી આવેલ. પ્રાથમિક તબક્કે નિલેશભાઈને આર્થિક સંકળામણ હતી. તેણે કોઈ વ્યાજખોર પાસેથી રૂપિયા લીધેલા તેના ત્રાસથી દંપતીએ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.