વિવિધ વ્‍યવસાયિક મંજુરી માટે કોર્પોરેશનમાં વ્‍યવસાય વેરો ભરેલો હોવો ફરજિયાત - At This Time

વિવિધ વ્‍યવસાયિક મંજુરી માટે કોર્પોરેશનમાં વ્‍યવસાય વેરો ભરેલો હોવો ફરજિયાત


મ્‍યુનિ. કોર્પોરેશનની વ્‍યવસાય વેરા આવક વધારવા ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે. કેમકે શહેરના દરેક ધંધાર્થીએ વિવિધ કામગીરી સબબ વ્‍યવસાય વેરો નોંધણી અને વેરો ચૂકવ્‍યાની રસીદ અરજી સાથે મેળવવાની ફરજીયાત કરવામાં આવી છે. જો વ્‍યવસાય વેરો રજીસ્‍ટ્રેશન નંબર નહિ હોય તો આગળના કામ માટે મંજુરી નહિ આપવા મ્‍યુનિ. કમિશનર આનંદ પટેલ દ્વારા વિવિધ શાખામાં પરિપત્ર કરવામાં આવ્‍યો છે.
મહાનગરપાલિકાની વિવિધ કામગીરી અંતર્ગત વ્‍યવસાયવેરા નોંધણી ચકાસવા આ અંગે કમિશનરે કરેલ સુધારા પરિપત્રમાં જણાવીશું કે, ગુજરાત સરકારશ્રીના હુકમ અન્‍વયે, વ્‍યવસાય વેરા ઉઘરાવવાની સત્તા સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાને સોપવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત (અન્‍ય કર સેલ) શાખા મારા રાજકોટ શહેર વિસ્‍તારમાં વ્‍યવસાયિકો પાસેથી ‘ગુજરાત રાજય વ્‍યવસાય, વ્‍યાપાર, ધંધા અને રોજગાર અધિનિયમ, ૧૯૭૬'ની જોગવાઈઓ હેઠળ વ્‍યવસાયવેરો વસૂલવામાં આવે છે.
રાજકોટ શહેર ખાતે ગુજરાત રાજય વ્‍યવસાય, વ્‍યાપાર, ધંધા અને રોજગાર અધિનિયમ, ૧૯૭૬ મુજબ રાજકોટ શહેરમાં વ્‍યવસાય કરતા એકમો, વ્‍યક્‍તિ, પેઢીઓ, સંસ્‍થાઓ વિગેરેને વ્‍યવસાય વેરા માટે નોંધણી કરવાની રહે, જે અંતર્ગત રાજકોટ શહેર ખાતે વ્‍યવસાય કરતા. સ્‍વતંત્ર વ્‍યવસાયિકો જેવા કે આર્કીટેક્‍ટ. કન્‍સલ્‍ટીંગ એન્‍જીનીયર્સ, ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ, તબીબો, નોટરી, સ્‍ટેમ્‍પ વેન્‍ડર, વકીલ-સોલીસીટર, વિમા એજન્‍ટો વિગેરેએ પણ ઉકત અધિનિયમની જોગવાઇઓ હેઠળ વ્‍યવસાય વેરો ભરવાનો થાય છે. રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની કામગીરીનો વ્‍યાપ વધવા પામેલ છે. વિવિધ વિભાગો દ્વારા આઉટ સોર્સિંગ એજન્‍સી મારફત કામગીરી કરાવવામાં આવે છે. તેમજ રાજકોટ મહાનગરપાલિકલ જરૂરિયાત મુજબ વખતો વખતો જરૂર પ્રમાણે રેઈટ કોન્‍ટ્રાક્‍ટથી વસ્‍તુ-સેવાઓ પૂરી પાડવા એજન્‍સીઓ પણ નીમેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની શાખાઓ દ્વારા અરજી મુજબ પરવાનો, મંજુરી, લાઇસન્‍સ પણ આપવામાં આવે છે. આ સમગ્ર કામગીરી વ્‍યવસાય અનુલક્ષીને હોય, ત્‍યારે વ્‍યવસાય વેરા'ની જોગવાઈ મુજબ જે તે અરજદાર,બેંક, આસામી, વ્‍યવસાયિક વિગેરે ‘વ્‍યવસાય વેરા' નોંધણી પાત્ર બને.
હવે પછીથી રાજકોટ મહાનગર પાલિકાની તમામ શાખાઓએ કામગીરી કરતી વખતે ‘વ્‍યવસાય વેરા' અંગેની જોગવાઈ ધ્‍યાને રાખવાની રહેશે. ટેન્‍ડર બહાર પાડવાથી લઇ, એજન્‍સી દ્વારા કામગીરી સબબ બીલ રજુ થયેના સંપૂર્ણ સમય ગાળા દરમિયાન એજન્‍સી દ્વારા વ્‍યવસાય વેરો ચૂકતે કરેલ છે કે કેમ? તે ચકાસ્‍યા બાદ જ આગળની કામગીરી કરવી. જે એજન્‍સી વ્‍યવસાય વેશમાં નોંધાયેલ ન હોય, તેઓની સત્‍વરે ‘ગુજરાત રાજય વ્‍યવસાય, વ્‍યાપાર, ધંધા અને રોજગાર અધિનિયમ, ૧૯૭૬ની જોગવાઈઓ અંતર્ગત નોંધણી કરાવવાની રહેશે.
ક્‍યા ક્‍યા વ્‍યવસાયમાં વેરો ફરજિયાત
રાજકોટ : હવે પછીથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી આ મુજબ કામગીરી સબબ વ્‍યવસાય વેરા નોંધણી અને વેરો ચૂકવ્‍યાની રસીદ અરજી સાથે મેળવવાની રહેશે.
ટાઉન પ્‍લાનિંગ :ᅠ વ્‍યવસાયિક એકમ દ્વારા નવા રીવાઇઝડ બિલ્‍ડીંગ પ્‍લાનની અરજી રજુ કરતી વખતે ઇમ્‍પેક્‍ટ સ્‍કીમ હેઠળ વ્‍યાવસાયિક બિલ્‍ડીંગ બિલ્‍ડીંગ પ્‍લાનની અરજી રજૂ કરતી વખતે નવા સ્‍ટ્રકચર એન્‍જીનીયર/આર્કિટેક્‍ટ વિ.ની નોંઘણી વખતે
ફૂડ શાખા :ફુડ લાયસન્‍સ નવા રીન્‍યુની અરજી રજૂ કરતી વખતે
આરોગ્‍ય શાખા :ᅠબોમ્‍બે નર્સિંગ એક્‍ટ હેઠળ નોંધણી માટે બાવતી અરજી સમથે મેડિકલ સ્‍ટોર ખાતે ખરીદી માટે ચૂકવણું કરતાં સમયે યુ.એચ.સી. તેમજ આરોગ્‍ય લગન કામગીરી માટે માલ સામાન સેવાઓનું ચૂકવણું કરતા સમયે ઇન્‍ડસ્‍ટ્રીયલ લાયસન્‍સ નવા રીન્‍યુની અરજી રજુ કરતી વખતે
સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ : ડોર ટુ ડોર, ડોર ટુ ડમ્‍પ અને સાઇટ ટુ ડમ્‍પ થીજના હેઠળ કચરાના નિકાલ માટે ચૂકવણું કરતા સમયે
શોપ શાખા : શોપ લાયસન્‍સ અરજી નવા રીન્‍યુ રજુ કરતી વખતે
વોટર વર્કસ શાખા : જે મિલકતનો વપરાશ શરૂ કરેલ હોય. તેવી કોમર્શીયલ હેતુની મિલકતોમાં નળ જોડાણ/કેન્‍સલ માટેની અરજી કરતી વખતે
મિલ્‍કત વેરા શાખા :ᅠતમામ આઉટ સોર્સિંગ તેમજ રેઇટ કોન્‍ટ્રાક્‍ટ માટે બહાર પડાયેલ ટેન્‍ડરની ‘ટેકનીકલ વેલીડીટી' ચકાસતા સમયે
ઓડિટ શાખા :ᅠનોંધાયેલ ‘વેન્‍ડર' જયારે વ્‍યવસાથી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય (રેટ કોન્‍ટ્રાક્‍ટ, મેનપાવર, આઉટ સોર્સિંગ અને સેવાકીય બાબતો વિગેરે) તેવા ઇસમોનાં બીલ ચુકવણી માટે રજૂ થયે. લાગુ પડતા EC (પેઢીનો) અને RC(કર્મચારીઓનો) વેરો ભરાયાની રસીદ સામેલ રાખવી
હિસાબ શાખા :ᅠનોંધાયેલ ‘વેન્‍ડર' જયારે વ્‍યવસાયી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય, તેવા ઇસમોને નાણા ચુકવતી વખતે લાગુ પડતા EC (પેઢીનો) અને RC(કર્મચારીઓનો) વેરો ભરાયાની રસીદ સામેલ રાખવી
ટ્રાફિક એન્‍ડ ટ્રાન્‍સપોટૃ : બસ ઓપરેટર, કોન્‍ટ્રાકટરને બિલ ચૂકવવા સમયે. પે એન્‍ડ પાર્કનો ઇજારો/ડિપોઝિટ પરત કરતાં સમયે.
લીગલ, આઈ.ટી.,લેબર વિભાગ : એડવોકેટ પેનલની નિમણૂક/ચૂકવણું કરતાં સમયે સમાન,સેવાઓ માટે ચૂકવણું કરતાં સમયે.
તાંત્રિકી શાખા :ᅠમાલ સામાન ખરીદ/ઝોનલ કોન્‍ટ્રાકટર/સેવાઓ અંગે નાં નાણાં ચૂકવતી વખતે મેન પાવર સપ્‍લાઈનું ચૂકવણું કરતી વખતે
તમામ શાખા :ᅠરાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઉટ સોર્સિંગ તેમજ રેઇટ કોન્‍ટ્રાક્‍ટથી સેવા/વસ્‍તુ મેળવવાના ટેન્‍ડરમાં ‘ટેકનીકલ એલીજીબીલીટી' નિયત કરતી વખતે પ્રવર્તમાન નિમાયેલ એજન્‍સીઓ, જે રાજકોટ મહાનગરપાલિકા સાથે કામગીરી માટે સંકળાયેલી છે. તેઓ આ નિયમો સાથે જોડાઈ તે જોવાની જવાબદારી જે તે શાખાધિકારીની રહેશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.