જીગ્નેશદાદા કથાકાર ભાન ભુલ્યો વાળંદ જ્ઞાતિ માટે કથામાં અપમાનજનક શબ્દોથી સમાજની લાગણી દુભાઈ. - At This Time

જીગ્નેશદાદા કથાકાર ભાન ભુલ્યો વાળંદ જ્ઞાતિ માટે કથામાં અપમાનજનક શબ્દોથી સમાજની લાગણી દુભાઈ.


આ જીગ્નેશ દાદા એવો કેવો દાદા બન્યો કે સુપ્રીમના કાયદાકીય બંધારણ મુજબ કોઈ ને કોઈ જાતિ માટે સમાજની લાગણી દુભાય તેવા અપશબ્દ જાહેરમાં બોલવાનો અધિકાર નથી છતાંય દાદા બનીને બોલ્યો. હમણા હમણા પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવા શબ્દપ્રયોગ કરવાથી તાજેતરમાં કેટલી ગંભીર ને વિપરીત અસર ઉભી થઈ તે સૌ કોઈ નોંધ લઈ રહ્યા છે ત્યારે પુરષોત્તમ રૂપાલા એ બે બે વખત માફી માંગી છતાંય સમાજનો આક્રોશ હજી સમ્યો નથી ત્યારે આ જીગ્નેશદાદા નામનો કથાકાર ભાન ભૂલીને વાળંદ સમાજ વિરુદ્ધ સમાજની લાગણી દુભાય તેવો બફાટ કરી નાખ્યો. આને કથાકાર કહેવાય કે કલાકાર?? જે કથાકાર હોય તેના શબ્દો ઉપર મજબૂત પક્કડ હોય (ને દાદા હોય તે ટપોરી ભાષામાં બોલતા હોય) હોય ને દરેક સમાજનું સન્માન જળવાય ને સમાજમા ભક્તિરસ પીરસવાનો હોય તેમજ ધાર્મિક ભાવના જગાડવાની હોય પરંતુ આ જીગ્નેશ તો કલાકાર હોય તેમ સમાજની લાગણી દુભાય તે રીતે બફાટ કરવાનો અધિકાર આને કોણે આપ્યો કે પછી સસ્તી પ્રસિદ્ધિ મેળવી આશારામ, જેવા તકસાધુઓ ની જેમ ધનના ઢગલા કરવા માટે આવો કાયદા વિરુદ્ધનો શબ્દ પ્રયોગ કર્યો હશે તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. શું આવા કથાકાર આજે વાળંદ સમાજ માટે બોલ્યા કાલે અન્ય સમાજની લાગણી દુભાય તેવા શબ્દ પ્રયોગ કરશે તો?? આવા કથાકાર સમાજ માટે કથાકાર કે કલાકાર ગણાશે તે તમામ ધાર્મિક ભક્તોએ વિચારવું જોઈએ. જો આ જીગ્નેશ કથાકાર સમાજની માફી નહિ માંગેતો તેને વાળંદ સમાજ કોર્ટમાં ઢસડી જશે. જીગ્નેશ દાદાનો ભાટિયા સમાજ મોડાસા જુથ સેવામંડળના મંત્રીશ્રી દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને વધુ હકીકત જાણવાનો પ્રયત્ન એટ ધીસ ટાઈમ ન્યૂઝ મોડાસા ના પત્રકાર દ્રારા કરવામાં આવ્યો પણ મોબાઇલની રીંગો જ રણકતી રહી ફોન ઉઠાવવાની કે જવાબ આપવાની કોઈ તસ્દી લીધી નહીં.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.