સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાપા ખાતે શ્રી પ્રોગ્રેસીવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી નવદીપ હાઈસ્કૂલના નવીન બિલ્ડીંગનું લોકાર્પણ - At This Time

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાપા ખાતે શ્રી પ્રોગ્રેસીવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી નવદીપ હાઈસ્કૂલના નવીન બિલ્ડીંગનું લોકાર્પણ


*સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાપા ખાતે શ્રી પ્રોગ્રેસીવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી નવદીપ હાઈસ્કૂલના નવીન બિલ્ડીંગનું લોકાર્પણ ગુજરાત સરકાર માનનિય શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલાજીના હસ્તે કરવામાં આવ્યું.*

*આ શુભ પ્રસંગે હિંમતનગરના ભાજપના લોકપ્રિય ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યાકુંવરબા પરમાર, હાપા ઠા.સા. શ્રી મહિપાલસિંહજી, શ્રી ગોપાલસિંહ રાઠોડ, હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનોદભાઈ પટેલ, ભાજપ તાલુકા પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્યશ્રી કનકસિંહ પરમાર, શૈલેન્દ્રસિંહ પરમાર, યુવા મોરચાના પ્રમુખશ્રી રાહુલભાઈ , સરપંચશ્રી બેન રંજનબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.. આ કાર્યક્રમમાં જહાંગીરસિંહ પરમાર સહીત તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તથા નિવૃત્ત થતા આચાર્યશ્રી સુરેશભાઈ પટેલને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.. ક્ષત્રિય સમાજને અનુરૂપ તમામ મહેમાનોનું સાફો પહેરાવી, રક્ષાનું પ્રતીક તલવાર આપી ભવ્ય સ્વાગત કર્યું હતું*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.