ભાભર માનવતા ગ્રૂપ દ્વારા પથીકો માટે વિસામો સુવિધાકરવામાં આવી - At This Time

ભાભર માનવતા ગ્રૂપ દ્વારા પથીકો માટે વિસામો સુવિધાકરવામાં આવી


ભાભર ખાતે માનવતા ગ્રૂપ નામથી જાગૃત અને સક્રિય યુવાનો જીવમાત્ર લક્ષી સેવા સુવિધા ઉપલબ્ધ કરાવવાની નોંધપાત્ર બની રહેલ છે.

પક્ષીઘર પરબ લાવારીસ નું કુટુંબ સાથે મિલન માનવતાની દિવાલ પરબ ગરીબોને તહેવારોમાં મદદ સહીત અનેક પરોપકારી પ્રવૃત્તિઓ દૂર-દૂર સુધીના વિસ્તારોમાં પ્રસિદ્ધ થયેલ છે જાગૃતતા ઘણી પ્રકારની હોય છે પરંતુ ખરેખર કયા સમયે અને કયા સ્થળે કેવી રીતે એવી જરૂરિયાત છે તે જાણી શકનાર ની જાગૃતતા કહેવાય છે અને તેને તરત અમલમાં મૂકે તે તેમની સક્રીયતા છે

દિવસે મોડી સાંજે સરહદી પંથકના મુસાફરો વિદ્યાર્થીઓ તેમજ અન્ય મુસાફરો ભાભર સુઇગામ સર્કલ પાસે વાહનની રાહ જોઇને બેઠા હોય છે. સવારથી સાંજ સુધી મુસાફરને બેસવા કોઈ સુવિધા ન હોય અને આ પરિસ્થિતિ માનવતા ગ્રુપના ધ્યાને આવતા અહીં એક "પથિક વિસામો" બનાવી મુસાફરોને બેસવા તથા પીવાનું શુદ્ધ મીનરલ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે ત્યારે આ પરમાર્થના કાર્યને પૂજ્ય ખાખી બાપુ તપોભૂમિ કટાવ ધામ મંદીર ના સંત શ્રી જયરામ દાસજી બાપજી ના હસ્તે આ વિસામો ને આજ થી કાર્યરત કરવા માં આવ્યો આવા પરમારર્થી કામ કરનારા માનવતા ગૃપ તથા દાતા ઓ ને આશીર્વાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન નગરજનો ઉપસ્થિતા રહ્યા હતા.
-------------------------------------
અહેવાલ- પ્રવિણસિંહ રાઠોડ બનાસકાંઠા 9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon