લાકડિયા ગ્રૂપ શાળાના ૯૦માં સ્થાપના દિન નિમિત્તે વિદ્યાર્થીઓ ને નોટબુક,પેન્સિલ,સંચો અને કલર ભેટ આપવામાં આવ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nob7fsgfkugddzvn/" left="-10"]

લાકડિયા ગ્રૂપ શાળાના ૯૦માં સ્થાપના દિન નિમિત્તે વિદ્યાર્થીઓ ને નોટબુક,પેન્સિલ,સંચો અને કલર ભેટ આપવામાં આવ્યા


આજે લાકડિયા ગ્રૂપ શાળાના ૯૦માં સ્થાપના દિન નિમિત્તે..
દિવંગત ઈશ્વર વાણિયાની યાદમાં...
શંભુભાઈ પાલાભાઈ વાણિયા પરિવાર તરફથી લાકડિયા કુમાર અને કન્યા શાળામાં તમામ વિદ્યાર્થીઓ ને નોટબુક વિતરણ કરવામાં આવ્યા હતા...માનનીય પાલણ સોજપાર છાડવા દ્વારા લાકડિયા કુમાર ગ્રૂપ શાળાને ૯૦માં શાળા સ્થપાના દિન નિમિત્તે ખાસ તમામ વિદ્યાર્થીઓ ને પેન્સિલ,સંચો અને મીણિયા કલર ભેટ આપવામાં આવ્યા
હસ્તે : રતનભાઈ પાલણભાઈ છાડવા નો
ખાસ સહકાર મળેલ છે
હાજી સુલતાનભાઈ નૂરમામદભાઈ રાઉમા મિલન સ્ટોર અને અંજુમન જનરલ સ્ટોર તરફથી લાકડિયા કુમાર શાળાના ૯૦માં સ્થાપના દિન નિમિત્તે તમામ વિદ્યાર્થીઓ ને બિસ્કિટ આપવામાં આવ્યા હતા શાળા પરિવાર વતી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવ્યા હતા
આ પ્રસંગે લાકડિયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી સુલેમાનભાઈ આમદભાઈ ઘઘડા તેમજ ભૂરાભાઈ જખુભાઈ વાણિયા, મોહનભાઇ કારિયા, મુકેશભાઈ વાણિયા,એસએમસી સભ્યો અને બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન લાકડિયા ગ્રૂપ શાળા પરિવાર વતી
મુખ્યશિક્ષક પ્રવીણ મચ્છોયા દ્વારા કરવામાં આવ્યું તેમજ આભાર દર્શન વિમળાબેન સોલંકી દ્વારા કરવામાં આવ્યું.
સૌ દાતાગણ અને સાથ આપનારનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]