કોંગ્રેસ નેતા શશિ થરૂરને ફ્રાંસના 'સર્વોચ્ચ નાગરિક' તરીકેનું મળ્યું સન્માન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/shashi-tharoor-to-receive-frances-highest-civilian-honour/" left="-10"]

કોંગ્રેસ નેતા શશિ થરૂરને ફ્રાંસના ‘સર્વોચ્ચ નાગરિક’ તરીકેનું મળ્યું સન્માન


નવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ, 2022 શુક્રવારભારતમાં ફ્રાંસના રાજદૂત ઈમેન્યુઅલ લેનને માહિતી આપી હતી કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમ લોકસભા સીટના સાંસદ શશિ થરૂરને ફ્રાન્સની સરકાર તેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરશે. શેવેલિયર ડી લા લીજન ડી ઓનરથી સન્માનિત શશિ થરૂરને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન 'શેવેલિયર ડી લા લીજન ડી ઓનર'થી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ શશિ થરૂરને તેમના લેખન અને ભાષણો માટે આપવામાં આવી રહ્યો છે. જેને લઈ હવે પાર્ટીના અનેક નેતાઓએ તેમને આ પ્રતિષ્ઠિત સન્માન માટે અભિનંદન પાઠવી રહ્યાં છે. શશિ થરૂરે કર્યું ટ્વિટ આ તરફ શશિ થરૂરે કહ્યું હતું કે , ફ્રાંસ સાથે અમારા સંબંધોને વળગી રહેનાર, ભાષાને પ્રેમ કરનાર અને સંસ્કૃતિની પ્રશંસા કરનાર વ્યક્તિના રૂપમાં હું સન્માનિત છુ,  આ સન્માન ના લાયક સમજવા માટે હું એ લોકોનો આભારી છું. શશિ થરૂરને અભિનંદન આપતાં લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, "હું એ જાણીને ખૂબ જ ઉત્સાહિત છું કે, થરૂરને તેમની અસાધારણ વિદ્વતા અને જ્ઞાન માટે ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા શશિ થરૂર ઈતિહાસ, ફિલસૂફી અને આંતરરાષ્ટ્રીય રાજકારણ પર સારી પકડ છે. કેરળની તિરુવનંતપુરમ લોકસભા બેઠકના સાંસદ થરૂરે 23 વર્ષથી સંયુક્ત રાષ્ટ્રમાં રાજદ્વારી તરીકે કામ કર્યું છે. તેઓ ઘણા અનેક કાલ્પનિક અને નોન-ફિક્શન પુસ્તકો સાથે જાણીતા લેખક પણ છે. અગાઉ 2010માં, સ્પેનિશ સરકારે શશિ થરૂરને રોયલ સ્પેનિશ ઓર્ડર ઓફ ચાર્લ્સ III નો એન્કોમિએન્ડા એનાયત કર્યો હતો. આ સ્પેનિશ સરકારનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]