શ્રી કંથકોટ પ્રાથમિક શાળામાં વિદાયમાં કાર્યક્રમની ભવ્ય ઉજવણી - At This Time

શ્રી કંથકોટ પ્રાથમિક શાળામાં વિદાયમાં કાર્યક્રમની ભવ્ય ઉજવણી


આજરોજ શ્રી કંથકોટ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના બાળકોનો તથા જિલ્લા ફેર બદલી થયેલ લક્ષ્મણભાઈ ખાંટ સાહેબનો વિદાય કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. કાર્યક્રમનું સમગ્ર સંચાલન સંદીપભાઈ દ્વારા કરવામાં આવ્યું. બાળકોએ વિદાય ગીત તથા વિદાય પ્રવચન દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરી કાર્યક્રમના અંતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા ને મોમેન્ટ આપવામાં આવી. શાળા ના મુખ્ય શિક્ષક શ્રી વિજયભાઈ પટેલ તરફથી વિદાય લઈ રહેલા ધોરણ આઠ ના તમામ બાળકોને પક્ષીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમને અંતે આભાર વિધિ કિરણભાઈ પટેલ દ્વારા કરવામાં આવી. તમામ શિક્ષકોના સહયોગથી બાળકોને સ્વરુચિ ભોજન આપવામાં આવ્યું


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.