ધજાળા પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડતી ધજાળા પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ndh5enqaa8xz82nf/" left="-10"]

ધજાળા પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડતી ધજાળા પોલીસ


સુરેન્દ્રનગર જીલ્લા માં ગુન્હા ખોરી વધી જવા પામી છે ત્યારે આવા ગુન્હેગાર ને ઝડપી પાડવા લીંબડી Dysp સી.પી. મુંધવા સાહેબ લીંબડી વિભાગ ના માર્ગદર્શન હેઠળ ચોટીલા સર્કલ પો.ઇન્સ . શ્રી આઇ.બી.વલવી તથા એમ.કે.ઇશરાણી પો.સબ.ઇન્સ ધજાળા પોલીસ સ્ટેશન નાઓ સહીત નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ અલગ અલગ ટીમો બનાવી ખાસ એકશન પ્લાન તૈયાર કરી ધજાળા પો.સ્ટે.વિસ્તારના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન વેંચાણ કરવા અંગેના ખોટા દસ્તાવેજ કરી આપવાનો ગુન્હો ધજાળા પો.સ્ટે.ના ગુન્હા નં .૦૦૮૬ / ૨૧ IPC ક .૪૦૬ , ૧૨૦B , ૪૬૫ , ૪૬૭ વિગેરે મુજબના ગુન્હામાં ગુન્હો કર્યા બાદ પોતાના માલઢોર લઇને નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે . પકડાયેલ નાસતા ફરતા આરોપીઓ ( ૧ ) સતાભાઇ જાગાભાઇ વકાતર જાતે ભરવાડ ધંધો.ખેતી ઉવ .૪૬ રહે.સાંગાણી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર ( ૨ ) રાજુબેન શામળાભાઇ ખાંભલા જાતે.રબારી ધંધો.ઘરકામ ઉ.વ .૬૫ રહે રાતડકી / સુરાભાઇ નાંગહ / તા.સાયલા જી.સુરેન્દ્રનગર ઓ શામળાભાઇ ખાંભલા જાતે.રબારી ધંધો.ઘરકામ ઉ.વ .૬૩ રહે / વાલાભાઇ રગીયા ( ૩ ) જોમીબેન ગોરૈયા તા.વિછીંયા જી.રાજકોટ

કામગીરી કરનાર- ( ૧ ) આઇ.બી.વલવી પો.ઇન્સ . ચોટીલા સર્કલ ( ૨ ) પો.સબ.ઇન્સ . એમ.કે.ઇશરાણી , ( ૩ ) એ.એસ.આઇ. રણછોડભાઇ ભરવાડ તથા ( ૩ ) એ.એસ.આઇ. નીલમબેન રામાનુજ તથા ( ૪ ) પો.કોન્સ.શેખાભાઇ રબારી તથા ( ૫ ) પો.કોન્સ . ઉદયભાઇ ભાંભળા તથા ( ૭ ) પો.કોન્સ . હીતેષભાઇ જીડીયા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે .

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા : જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]