બકરીનાગર્ભમાં બે દિવસથી મૃત બચ્ચાનું ઓપરેશન કરીને બકરીનો જીવ બચાવાયો - At This Time

બકરીનાગર્ભમાં બે દિવસથી મૃત બચ્ચાનું ઓપરેશન કરીને બકરીનો જીવ બચાવાયો


સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જાલીયા ગામે એનિમલ હેલ્પલાઇન દ્વારા બકરીને પ્રસૂતિ પીડામાંથી મુક્ત કરવામાં આવી હતી.

પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતીક સુથારનાં જણાવ્યા મુજબ ઇડર તાલુકાના જાલીયા ગામના વતની લીલાબેન રામસીંગભાઈની બકરી અસહ્ય પ્રસૂતિ પીડાથી પીડાતી હતી. જેથી ખેડૂતે ૧૯૬૨નો સંપર્ક કરતા ડૉ. અહેજાજ બી.મેમણ અને ડૉ. રોનક પટેલ સ્થળ પર પહોંચી ગયા હતા. પશુ ચિકિત્સક ચકાસણી કરતા જાણવા મળ્યું કે બકરીનું બચ્ચુ બે દિવસથી ગર્ભમાં મૃત હાલતમાં છે અને બકરીની નોર્મલ ડિલીવરી શક્ય નથી. આવી પરીસ્થિતિમાં તાત્કાલિક ધોરણે ડૉ. આહેજાજ, ડૉ.રોનક અને ડ્રેસર બલભદ્ર સિંહ દ્વારા સિઝેરિયન કરીને બકરીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. ૧૯૬૨ની સેવા છેવાડાના  ગ્રામજનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ છે.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.