જિલ્લામાં સુશાસન સપ્તાહ અંતર્ગત ગાંવ કી ઔર વિષય પર વર્કશોપ યોજાયો - At This Time

જિલ્લામાં સુશાસન સપ્તાહ અંતર્ગત ગાંવ કી ઔર વિષય પર વર્કશોપ યોજાયો


ગુડ ગવર્નન્સ માટે પારદર્શક વહીવટ અને લોકો પ્રત્યે સંવેદનશીલતા આવશ્યક છે.

– કલેક્ટરશ્રી હિતેષ કોયા

*************

 

ભારત સરકારના વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ (DARPG) દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બધા જ જિલ્લાઓમાં તારીખ ૧૯ થી ૨૫ ડિસેબ્મર ૨૦૨૨ દરમિયાન “સુશાસન સપ્તાહ પ્રશાસન ગાંવ કી ઓર” અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લામાં ઇ-સરકાર સંદર્ભે ઇ-ટપાલ અને ઇ-ફાઇલ અંગે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે વર્કશોપ યોજાયો હતો. જેમાં ફિશરીસ વિભાગ દ્વારા ઇ-ટપાલ અને ઇ‌-ફાઇલના રજીસ્ટ્રેશન તેમજ ઉપયોગ અર્થે વિસ્તારે પ્રેઝનટેશન રજૂ કરવામાં આવ્યુ હતુ.

 

વર્કશોપમાં જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતુ કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇના જન્મદિન ૨૫ ડિસેમ્બરને  સુશાશન દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુડ ગવર્નન્સની ઝડપી અને અસરકારક કામગીરી માટે ઇ-સરકાર મહત્વનો ભાગ ભજવે છે. ગુડ ગવર્નન્સ માટે પારદર્શક વહીવટ અને લોકો પ્રત્યે સંવેદનશીલતા આવશ્યક છે.

વર્કશોપ દરમિયાન ગુડ ગવર્નન્સ સંદર્ભે જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલ ઇનોવેટીવ કામગીરી અંગેનું પ્રેઝનટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

 

 આ વર્કશોપમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી દિગંત બ્રહ્મભટ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એમ.જી.સોલંકી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજ સુતરીયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મિતાબેન ગઢવી,જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીશ્રી,આઇ.ટી.આઇ પ્રિન્સીપાલશ્રી તેમજ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.