વિસાવદર તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ સમિતિના પ્રમુખ પદે આનંદભાઈ પંડ્યા નિયુક્ત થયા - At This Time

વિસાવદર તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ સમિતિના પ્રમુખ પદે આનંદભાઈ પંડ્યા નિયુક્ત થયા


વિસાવદર તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ સમિતિના પ્રમુખ પદે આનંદભાઈ પંડ્યા નિયુક્ત થયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચના અનુસાર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતભાઈ અમીપરાએ વિસાવદર તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ સમિતિના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના અગ્રણી આનંદભાઈ પંડ્યા (લાલભાઇ) ની નિમણૂક કરવામાં આવેલ છે.
આનંદ પંડયાની નિમણૂકને પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, જિલ્લા બક્ષીપંચ સમિતિના પ્રમુખ રમેશભાઈ વાજા, જિલ્લા લોકસભા સીટના પ્રભારી વિક્રમભાઈ માડમ, ઉપપ્રમુખ ભરતભાઈ વિરડીયા, વિસાવદર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કરસનભાઈ વાડદોરિયા, પક્ષના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓએ આવકારેલ.
આનંદભાઇ પંડ્યા જાગૃત અને સેવા પર્યાય કાર્યકર છે. તમામ સમાજના લોકોને સાથે મિલનસાર સ્વભાવ ધરાવે છે. આગામી દિવસોમાં સંગઠનને મજબૂત બનાવવા અને લોક પ્રશ્નો ઉકેલવા કટિબદ્ધ છે. પક્ષની વફાદારી સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપેલ છે. તેમની આ નિમણૂકથી બહોળો મિત્ર વર્ગ ધરાવનાર લાલજીભાઈને શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. પોતાને પક્ષ મારફત સોંપેલ જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી પક્ષના હાથ મજબૂત કરવા સૌને અનુરોધ કરેલ.

રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.