ગૌ તસ્કરી: નર્મદાપુરમમાં ગૌ તસ્કરો પર ભીડ ભારે પડી, 1 ની મોત, બે ઘાયલ - At This Time

ગૌ તસ્કરી: નર્મદાપુરમમાં ગૌ તસ્કરો પર ભીડ ભારે પડી, 1 ની મોત, બે ઘાયલ


નવી દિલ્હી, તા. 3 ઓગસ્ટ 2022, બુધવાર મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લામાં ગાયની તસ્કરી કરતાં સાથે લોકોએ મારપીટ કરતી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 10-12 લોકોના ટોળાએ ટ્રકમાં ગાયનો વંશ લઈ જઈ રહેલા તસ્કરોને માર માર્યો હતો.  આ ઘટના મધ્યપ્રદેશના નર્મદાપુરમ (હોશંગાબાદ) જિલ્લાના બરખાર પાસે બની હતી.જેમાં એક તસ્કરનું મોત થયું હતું. જ્યારે બાકીના બે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લા એસપી ગુરકરણ સિંહે ઘટનાની પુષ્ટિ કરી છે.આ ઘટનાને લઇને એસપી ગુરકરણ સિંહે જણાવ્યુ કે,ઘટના મંગળવારે રાત્રે લગભગ 12.30 વાગ્યે બની હતી. 10-12 લોકોના ટોળા દ્વારા ગેરકાયદેસર રીતે ગૌવંશ લઈ જતી ટ્રકને અટકાવવામાં આવી હતી. ટોળાએ ટ્રકમાં સવાર ત્રણ લોકોને માર માર્યો જેમાં ત્રણેય મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી હતા. આરોપીઓ પર કલમ ​​302પોલીસના જણાવ્યા અનુસાર ટ્રકમાં 2 ડઝનથી વધુ પશુઓને ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યા હતા. આ કેસમાં પોલીસે હુમલાના આરોપી વિરુદ્ધ કલમ 302 હેઠળ કેસ નોંધ્યો છે. આ સાથે ગેરકાયદેસર ગૌવંશની કલમ પણ લગાવવામાં આવી છે. જ્યારે આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.