પાલિતાણાનાં હણોલ ગામે 'હણોલ વિકાસ મહોત્સવ'નું સમાપન ગ્રામજનોના સહિયારા પ્રયાસથી આ ભગીરથ કાર્ય શક્ય બન્યું, હંમેશા હણોલનો ઋણી રહીશ : કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા - At This Time

પાલિતાણાનાં હણોલ ગામે ‘હણોલ વિકાસ મહોત્સવ’નું સમાપન ગ્રામજનોના સહિયારા પ્રયાસથી આ ભગીરથ કાર્ય શક્ય બન્યું, હંમેશા હણોલનો ઋણી રહીશ : કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા


પાલિતાણાનાં હણોલ ગામે 'હણોલ વિકાસ મહોત્સવ'નું સમાપન

ગ્રામજનોના સહિયારા પ્રયાસથી આ ભગીરથ કાર્ય શક્ય બન્યું, હંમેશા હણોલનો ઋણી રહીશ : કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા

ગ્રામજનોના સહિયારા પ્રયત્નોથી નિર્માણ પામેલા વિવિધ પ્રકલ્પોનું ત્રિદિવસીય કાર્યક્રમમાં લોકાર્પણ કરાયું

33 નદીઓના જળને શાસ્ત્રોક્ત રીતે અમૃત સરોવરમાં પધરાવાયા, ધાર્મિક વિધિ તેમજ અસ્થિ વિસર્જન માટેનું તીર્થ બન્યું

પાલિતાણા તાલુકાનાં હણોલ ગામે ૧૩ થી ૧૫ જાન્યુઆરી સુધી વિવિધ વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણ કાર્યક્રમનું આજરોજ સમાપન કરવામાં આવ્યું હતું. ‘ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ’ અંતર્ગત ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી કરવામાં આવેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ત્રિદિવસીય કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.

આ તકે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે ગામડું જીવંત થાય, અને સમાજ જીવનને પુનઃ ધબકતું કરવાનો પ્રયાસ એટલે આદર્શ તીર્થ ગ્રામ હણોલ. ત્રિદિવસીય કાર્યક્રમ સફળ બનાવવાનો શ્રેય બનાવવામાં આવેલ 21 અલગ અલગ કમિટીના સંકલ્પ અને પુરુષાર્થ નું પરિણામ છે. આ પ્રેમ અને સહકાર બદલ હું હંમેશા મારાં ગામ હણોલનો ઋણી રહીશ.

ઉલ્લેખનીય છે કે 33 નદીઓના જળ શાસ્ત્રોક્ત રીતે અહીંના અમૃત સરોવરમાં પધરાવાયા છે. જેથી લોકોએ હવે ધાર્મિક વિધિ કે અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર કે ઋષિકેશ જવાની જરૂર નહીં રહે.

રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ જણાવ્યું હતું કે હણોલ ગામે સામાજિક સમરસતાને નવી દિશા આપવાના વિચારોનું વાવેતર કર્યું છે. ગ્રામ્ય સંસ્કૃતિ શ્રેષ્ઠ છે એ અહી ચરિતાર્થ થાય છે. ગ્રામજનોએ દરેક કામને યજ્ઞની જેમ કર્યું છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન અને ગામલોકોના સામૂહિક પ્રયાસોથી હણોલ ગામે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું લોકાર્પણ, અમૃત સરોવરનું લોકાર્પણ, રમત-ગમત સંકુલ, લાઇબ્રેરી, ઓવરબ્રિજ, એનિમલ હોસ્ટેલ અને નવાં તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે અંતિમ દિવસે પ્રભાતફેરી, લોટી પધરામણી ગંગા, યમુના સહિત 33 નદીઓના જળ અવતરણની સાથે સાંસ્કૃતિક વિધિ તેમજ અસ્થિ વિસર્જનની આસ્થા માટેનું સ્થળ બની ગયું છે. આ સાથે કાર્યક્રમ સમાપન અને નવા કાર્યનો શિલાન્યાસના કાર્યક્રમો યોજાયા હતા. અંતિમ દિવસે વિવિધ કમિટીના સભ્યોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી એસ. પી. સિંધ બધેલ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, આગેવાનો રાકેશભાઈ બાંભજાય, વિશાલભાઈ ચોપડા, રઘુભાઈ હુંબલ, સુરેશભાઈ ભોજપરા, રમેશભાઈ મેંદપરા ગીરીશભાઈ શાહ સહિતના બહોળી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.