પી.એમ. જે.એ.વાય યોજનાઅંગે જિલ્લા-તાલુકા સદસ્યો અને પદાધિકારીઓ સંકલનમાં રહી આરોગ્ય ની અસરકારક કામગીરીકરીએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી

પી.એમ. જે.એ.વાય યોજનાઅંગે જિલ્લા-તાલુકા સદસ્યો અને પદાધિકારીઓ સંકલનમાં રહી આરોગ્ય ની અસરકારક કામગીરીકરીએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી


પી.એમ. જે.એ.વાય યોજના અંગે જિલ્લા-તાલુકા સદસ્યો અને પદાધિકારીઓના સંકલનમાં રહી આરોગ્યની અસરકારક કામગીરી કરીએ
જિલ્લા વિકાસ અધિકારીશ્રી
******
સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ અને ગવર્નિંગ બોડીની જિલ્લા પંચાયત સભાખંડ બેઠક યોજાઈ
*********
સાબરકાંઠા જિલ્લામાં આર. એન. એચ. એમ. પ્રોગ્રામના સંચાલન હેતુ ડિસ્ટ્રીક હેલ્થ સોસાયટીની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત ડીસ્ટ્રીક ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઝેશન અંગે બેઠકમાં જિલ્લાના મેડીકલ ઓફિસર સાથે ચર્ચા કરવામાં આવી. નિર્ધારિત લક્ષ્યાંક અને નક્કર સિદ્ધિ અંગે થયેલી કામગીરીની બેઠકમાં સમીક્ષા કરાઈ હતી અને ગત મીટીંગની મિનીટ્સ વંચાણે લઈ બહાલી આપવામાં આવી હતી. તેમજ નાણાકીય વર્ષ 2022-23 માં જૂન 2022 અંતિત થયેલી ભૌતિક નાણાકીય ખર્ચની બહાલી આપવામાં આવી હતી.
અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહે જણાવ્યું હતું કે, ભારત સરકાર, ગુજરાત સરકારની આરોગ્ય લક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચે અને સંકટ સમયે તેમને મદદરૂપ થાય તેવી સહાય યોજનાઓને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો અને પી.એમ.જે. એ.વાય યોજના અંગે અસરકારક અમલીકરણ અને સિદ્ધિ માટે પદાધિકારી અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યોના સંકલનમાં રહીને ગ્રામીણ ક્ષેત્ર સુધી આરોગ્ય સેવા સુપેરે પહોંચે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો, નર્સ, આશાવર્કર, મેડિકલ ડોક્ટરો સંકલનમાં રહીને કામ કરશે તો સફળતા વધુ મળશે અને ચોક્કસ વ્યક્તિ, પરિવાર સુધી યોજનાઓ લાભ પહોંચશે અને આરોગ્ય શાખા અલગ અલગ કાર્યક્રર્મોનું સુચારૂ અમલીકરણ અમલવારી થાય તે અંગે બેઠકમાં સમીક્ષા કરાઈ.
ગવર્નિંગ બોડી કમિટી મિટિંગમાં આરોગ્યના તમામ પ્રોગ્રામની સમીક્ષા કરાઇ જેમાં કોવિડ-૧૯ રસીકરણ પ્રથમ ડોઝ 94.17 ટકા, બીજો ડોઝ ૧૦૦ ટકા અને પ્રિકોશન ડોઝની 28.25% કામગીરી જિલ્લામાં કરાઈ છે. બાકી રહેલા પ્રિકોશન ડોઝના લાભાર્થીઓને આગામી બે માસમાં આવરી લેવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લાની તમામ આરોગ્યની સરકારી સંસ્થાઓ ખાતે નાગરિકોને સેવાઓ ગુણવત્તાસભર મળી રહે અને તમામ પ્રોગ્રામનું આઈ.ઇ.સી થાય તેમજ પ્રચાર પ્રસારણ માહિતી ખાતાના સંકલનમાં રહીને થાય એવું આયોજન કરવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓને કાર્ડ મળી રહે તે માટે શહેરી ગ્રામ્ય વિસ્તારમાં કેમ્પ યોજવા ઉપર ભાર મુકાયો હતો અને બાળકોનું રસીકરણ સંપૂર્ણ થાય તે જોવા જણાવાયું હતું અને સુપરવિઝન થાય તે પણ જરૂરી છે તેમ જણાવ્યું હતું.
૦૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »