આઈ. ટી. આઈ કોલેજ ઇડર ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઈ

આઈ. ટી. આઈ કોલેજ ઇડર ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઈ


*આઈ. ટી. આઈ કોલેજ ઇડર ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઈ*
******
સાબરકાંઠા જિલ્લાની આઈ. ટી. આઈ કોલેજ, ઇડર ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિંમતનગર, નગર રોજગાર કચેરી, ખેડબ્રહ્મા અને આઈ. ટી. આઈ કોલેજના સંયુક્ત ઉપક્રમે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
નારી વંદના ઉત્સવ ઉજવણીના ભાગરૂપે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન મહિલાલક્ષી વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. આઈ. ટી. આઈ કોલેજ ઇડર ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણીની સાથે રોજગાર ભરતી મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.આ રોજગાર ભરતી મેળામાં નોકરી દાતા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાંથી સુરેખાબેન મકવાણાએ મહિલાઓને ૧૮૧ હેલ્પલાઇન વિષે સવિસ્તારે માહિતી આપી હતી. તેમજ ઉપસ્થિત તમામના મોબાઇલમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇનની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.
આ કાર્યક્રમમાં આઈ. ટી. આઈ કોલેજ ઇડરના પ્રીન્સિપાલ શ્રી એન.એલ.ચૌહાણ, મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીમાંથી અજિતભાઇ પટેલ, PBSCમાંથી ચેતનાબેન વૈધ, રોજગાર કચેરી હિંમતનગર કરિયર કાઉન્સિલર શ્રી કિરણભાઇ પટેલ તથા કોલજ વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

abidali bhura himatnagar


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »