મુળી તાલુકાનાં ગામોમાં પશુઓ ઉપર એસીડ હુમલાઓ થી ગૌસેવા ગૃપ દ્વારા રજુઆત - At This Time

મુળી તાલુકાનાં ગામોમાં પશુઓ ઉપર એસીડ હુમલાઓ થી ગૌસેવા ગૃપ દ્વારા રજુઆત


*પશુઓ ઉપર એસીડ હુમલાઓ થી ગૌસેવા ગૃપ દ્વારા ઉગ્ર રજૂઆત*

મુળી તાલુકાનાં ગામોમાં છેલ્લા અનેક દિવસો થી પશુઓ ઉપર એસીડ હુમલો કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અગાઉ વિરપર ગામે નંદી પર ધારીયા થી હુમલો કરવામાં આવ્યો હતો બાદ કુંતલપુર ગામે નંદી પર એસિડ હુમલો કરવામાં આવેલ ફરી નંદી ની આંખ પર એસિડ હુમલો થતાં દર્દનાક મોત નિપજ્યું હતું ત્યારે ગૌપ્રેમી અને જીવદયા પ્રેમીઓ માં રોષ ની લાગણી ફેલાઇ છે આ કૃત્ય કરતાં નરાધમો ને ઝડપથી પકડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમ જણાવ્યું હતું ગૌપ્રેમી અને જીવદયા સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા દિપક સિંહ ઝાલા એ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને તંત્ર દ્વારા આગળ ની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને નરાધમો ને ઝડપથી પકડી પાડવા માટે જણાવ્યું હતું અબોલ જીવો પર વારંવાર હુમલા ઓ થ‌ઈ રહ્યા છે તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આગામી સમયમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન ની ચિમકી ઉચ્ચારી હતી દિપક સિંહ ઝાલા જીવદયા, સેવાકીય પ્રવૃતિઓ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા છે અત્યાર સુધીમાં અનેક પશુઓ ને બચાવવા ની સરાહનીય કામગીરી તેઓ એ કરી છે તેઓ ની ટીમ મુળી તાલુકાનાં ગામોમાં જ‌ઈ પશુઓ ને સારવાર આપી સેવાકાર્ય કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આ નરાધમો એસીડ હુમલાઓ બંધ કરશે
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.