રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી ડૉ એસ એમ ગાંગુલીનું બહુમાન કરાયું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/m5bmq8a5fp69ltsc/" left="-10"]

રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી ડૉ એસ એમ ગાંગુલીનું બહુમાન કરાયું.


રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી ડૉ એસ એમ ગાંગુલીનું બહુમાન કરાયું.

જિલ્લાની ક્ષતિરહિત મતદાર યાદી તથા ચૂંટણીમાં સફળ સંકલનની કામગીરી બદલ પુરસ્કાર એનાયત કરાયો

રાષ્ટ્રીય મતદાતા દિને ગાંધીનગરના કોબા સ્થિત ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા રાજ્ય કક્ષાની‘રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી’ કરવામાં આવી હતી.

જે અંતર્ગત તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમ્યાન ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે ભરૂચ જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. એસ. એમ. ગાંગુલી દ્વારા ક્ષતિરહિત મતદાર યાદી તેમજ જિલ્લા કક્ષાએ સફળ સંકલન કરી વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨માં ઉત્તમ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]