સ્ટેટ મોનિટરિંગ સેલે ડભોઇ નગરમાં સપાટો બોલાવ્યો- મોટી માત્રામાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lzwacuq5jvvjcbu3/" left="-10"]

સ્ટેટ મોનિટરિંગ સેલે ડભોઇ નગરમાં સપાટો બોલાવ્યો- મોટી માત્રામાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

સ્ટેટ મોનિટરિંગ ટીમ ગાંધીનગરે ડભોઈના નામચીન બુટલેગર દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટાં પાયે વેપલો પુરજોશમાં ચાલી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ ટીમે આજરોજ ડભોઇ પોલીસ સ્ટેશન વિસ્તાર હદમાં સપાટો બોલાયો હતો. અને ડભોઈના નામચીન બુટલેગર જે અગાઉ પણ ભારતીય બનાવટનાં વિદેશી દારૂના જથ્થામાં ઘણીવાર ઝડપાયાં હતાં તેવા ગીરીશભાઈ બાબુભાઈ જયસ્વાલનો આ મોટાં પાયે જથ્થો ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગની ટીમે ઝડપી પાડ્યો હતો અને ડભોઈ પોલીસ તંત્ર ઉંઘતુ ઝડપાયું હતું.
સ્ટેટ મોનિટરિંગ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ડભોઇ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારનાં તિલકવાડા રોડ ઉપર રણછોડરાયજી ( લાલા ટોપીની ) વાવવાળા મંદિર જવાના માર્ગ ઉપર મોટી માત્રામાં ભરતી બનાવટના વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે. ત્યારે આ સ્ટેટ મોનિટરિંગની ટીમે બાતમી વાળી જગ્યાએ છાપો મારતા મોટી માત્રામાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો હતો.
મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 1526 જેની કિંમત 2,14,340, મોબાઈલ ફોન નંગ - 6 જેની કિંમત 16,500, ટ્રેક્ટર ટોલી સાથે એક નંગ અને ટુ વિલર ત્રણ નંગ જેની કિંમત 3,50,000, તેમજ અંગ જડતી કરતાં મળેલાં રોકડા રૂપિયા 9,220 આમ કુલ મળીને રૂપિયા 5,90,060 નો મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો હતો.
થોડાં સમય અગાઉ જ આ બુટલેગર સામે ઘણાં બધાં ગુનાઓ નોંધાયેલા છે, છતાં તે અને તેઓની ટોળકીએ આવાં ગોરખધંધા ચાલું જ રાખ્યા હોવાનું જાણવા મળી રહયું છે. આ બુટલેગર નું નગરનાં નાંદોદી ભાગોળ વિસ્તારમાં વર્ચસ્વ છે અને ત્યાં થોડાં સમય અગાઉ જ પત્રકાર અને તેનાં મિત્રો સાથે મારાં મારી કરી હુમલો કરવાની ઘટના પણ સામે આવી હતી. પણ થોડાં સમયમાં પાછું બધું રાબેતા મુજબ ચાલું થઈ ગયું હતું અને મોટાં પાયે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનું વેચાણ ચાલું થયું હતું જે આજે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડયું હતું અને ફરી એકવાર આ ટોળકી સામે ગુનો નોંધાયો છે. હવે જોવું રહયું કે, આવાં ઈસમો સામે કેવાં કડક પગલાં ભરાય છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ, ગાંધીનગર દ્વારા મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વેપલો ઝડપી પાડયો છે અને સ્થાનિક પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું. એટલું જ નહીં પરંતુ ડભોઇ નગરમાં કેટલીકવાર આવી ગેરરીતિવાળી પ્રવૃત્તિઓ કરવા માટે ઉપયોગમાં લેવાતા વાહનો જે નંબર પ્લેટ વગરના જોવા મળતા હોય છે. સ્થાનિક પોલીસ તંત્ર આવી પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેતાં વાહનોનાં માલિકો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ. નગરમાં સીસીટીવી કેમેરા લાગેલાં છે છતાં ક્યાં સુધી આવા વાહનો ઉપયોગ ચાલુ રહેશે ? તેવી ચર્ચાઓએ નગરમાં વેગ પકડયો છે.
સ્ટેટ મોનિટરિંગ ટીમ ગાંધીનગર દ્વારા મોટી માત્રામાં વેપલો કરતા નામચીન બુટલેગરને ત્યાં છાપો માર્યો હતો જેમાં (૧). પીન્ટુ નાથ ઉર્ફે બન્ટુ રમણનાથ નાથબાવા,રહે.ડભોઈ (૨). અજય ઉર્ફે બુધો ભગવાનસિંહ રાઠોડ રહે.ડભોઈ,(૩). આકાશ વિપુલભાઈ પાધયા રહે.ડભોઈ, (૪). ગિરીશભાઈ બાબુભાઈ જયસ્વાલ રહે. પંડ્યા શેરી, ડભોઇ. ઈસમોને ઝડપી પાડ્યા હતાં અને એકબીજાની મદદગીરી કરનાર ચાર ઈસમો જેવા કે, રાજુભાઈ ધવલભાઈ, વિરાજભાઈ અને રામસિંગ રાઠવા જેઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આમ આ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ ઇસમોને ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરી ક્રોસ તપાસ અર્થે આ ચાર ઇસમોને વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.
9428428127


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]