સુરેન્‍દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ૩૦ ઓગસ્ટથી ભાતીગળ લોકમેળાનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lxg1zxpbivwiqtfv/" left="-10"]

સુરેન્‍દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ૩૦ ઓગસ્ટથી ભાતીગળ લોકમેળાનું આયોજન


મેળાનાં સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર કે.સી.સંપટનાં અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઇ.

સુરેન્‍દ્રનગર જિલ્‍લાનાં તરણેતર ગામે યોજાતા વિશ્વપ્રસિધ્‍ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 30 ઓગસ્ટ થી ૨ સપ્‍ટેમ્‍બર-૨૦૨૨ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાનાં કારણે પાછલા બે વર્ષો મોકુફ રહ્યા બાદ યોજાઈ રહેલા મેળાના સુચારૂ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર કે.સી. સંપટના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉપસ્‍થિત અધિકારીઓ સાથેચર્ચા- વિચારણા કરતા કલેકટરએ જણાવ્‍યું હતુ કે, તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે દિશામાં પ્રત્‍યેકવિભાગનાં અધિકારીઓએ સાથે મળી કાર્ય કરવાનું છે. મેળામાં શિવપૂજન-ધ્વજારોહણ પ્રસંગે ઉપસ્થિત રહેનાર મહાનુભાવો, મેળામાં બ્લોક્સની ફાળવણી, તરણેતરને જોડતા રસ્‍તા,પાર્કિંગ વ્‍યવસ્‍થા, બસ વ્‍યવસ્‍થા, કાયદો અને વ્‍યવસ્‍થા, તળાવ- મેળાના મેદાનની સફાઇ, સ્‍ટેજ રીનોવેશન,વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલમ્‍પિકસ, સંચાર વ્‍યવસ્‍થા, સાંસ્‍કૃતિક કાર્યક્રમ, સ્‍વાગત વ્‍યવસ્‍થા વગેરે બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરતા તેમણે સરકાર દ્વારા સિંગલયુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે લોકમેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ સ્‍થળ પર સ્‍વચ્‍છતા જળવાઇ રહે તે માટે સઘન આયોજન કરવા અને સતત જાગૃત રહી કાર્ય કરવું પડશે. લમ્પી વાઈરસનાં ભયને જોતા આ વર્ષે પશુમેળાનું આયોજન કરવામાં આવશે નહીં.કલેકટરએ પી.જી.વી.સી.એલ.નાં અધિકારીઓને સમગ્ર મેળા દરમ્‍યાન વીજપુરવઠો સાતત્‍યપૂર્ણ જળવાઈ રહે તે માટે જરૂરી સુચના આપી હતી. બેઠકમાં જિલ્લાવિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શના ભગલાણી, નાયબ જિલ્‍લા પોલીસ અધિક્ષક,તમામ પ્રાંત અધિકારી તેમજ તરણેતરના સરપંચશ્રી સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

એટ ધીસ ટાઈમ ન્યૂઝ
ઉમેશભાઈ બાવળિયા સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]