શ્રી જે.એ.સંઘવી હાઈસ્કૂલના એન.એસ.એસ.યુનીટ દ્વારા છતડીયા ગામે રક્તદાન કેમ્પનું આયોજન. - At This Time

શ્રી જે.એ.સંઘવી હાઈસ્કૂલના એન.એસ.એસ.યુનીટ દ્વારા છતડીયા ગામે રક્તદાન કેમ્પનું આયોજન.


શ્રી જે.એ.સંઘવી હાઈસ્કૂલના એન.એસ.એસ.યુનીટ દ્વારા છતડીયા ગામે રક્તદાન કેમ્પનું આયોજન.

રાજુલાની શ્રી જે.એ.સંઘવી હાઈસ્કૂલ દ્વારા છતડીયા મુકામે એન.એસ.એસ.શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ શિબિર દરમિયાન ગ્રામ સફાઈ વ્યસન મુક્તિ દાંતના રોગોનો કેમ્પ વગેરે જેવી રચનાત્મક પ્રવૃત્તીઓ કરવામાં આવી હતી.આ શિબિર દરમિયાન ગ્રામ્ય કક્ષાએ રક્તદાન પ્રત્યે જાગૃતી માટે તા.15/2/2024 ના રોજ નવકાર બ્લડ બેંક -મહુવાના સહયોગથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ રક્તદાન કેમ્પમાં ૩૧ યુનીટ રક્ત એકત્રિત થયુ હતુ.શાળાના ટ્રસ્ટી બિપીનભાઈ લહેરી તેમજ આચાર્ય જે.એમ.વાઘના માર્ગદર્શનમાં એન.એસ.એસ.કો-ઓર્ડીનેટર એમ.એમ.નિમાવત દ્વારા આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.આ કેમ્પને સફળ બનાવવામાં છતડીયા ગ્રામ પંચાયત પરીવાર છતડીયા પ્રાથમિક શાળા પરીવાર, ઓમ આનંદ આશ્રમ પરીવાર તેમજ જે.એ.સંઘવી હાઈસ્કૂલ શાળા પરીવાર દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો.

રિપોર્ટ - મહેશ વરુ - રાજુલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.