બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ ( નેત્રમ ) સર્વેલન્સ ટીમની મદદથી રીક્ષામાં ભૂલી ગયેલ મોબાઈલ પરત અપાવતી બોટાદ પોલીસ - At This Time

બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ ( નેત્રમ ) સર્વેલન્સ ટીમની મદદથી રીક્ષામાં ભૂલી ગયેલ મોબાઈલ પરત અપાવતી બોટાદ પોલીસ


મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબ, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોને ઉપયોગી બની સેવા કરવા સુચના આપેલ જેની મ્હે. પોલીસ અધિક્ષકશ્રી કિશોર બળોલિયા સાહેબ, બોટાદ ધ્વારા બોટાદ જીલ્લામાં અમલવારી કરાવવામાં આવી રહી છે.
બોટાદ પોલીસ સ્ટેશન ખાતે તા.૧૮/૧૦/૨૦૨૨ નાં રોજ એક અરજદાર આવેલ અને જણાવેલ કે તા.૧૮/૧૦/૨૦૨૨ ના કલાક ૧૫/૩૦ વાગ્યા દરમ્યાન અરજદારના પત્ની CPI ઓફીસ પાસેથી રીક્ષામા બેસી વારીયાદેવી મંદિર પાસે ઉતરી રીક્ષાવાળાને ભાડું આપતા હતા તે દરમ્યાન પોતાનો મોબાઈલ રીક્ષામા ભૂલી ગયેલ, બાદ મોબાઈલનો કોન્ટેક્ટ કરતા કોન્ટેક્ટ થયેલ નહી, જેથી તેઓએ બોટાદ પોલીસની મદદ માંગતા સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા નેત્રમ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી એસ.કે.જાડેજા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારી તથા આઉટસોર્સથી ફરજ બજાવતા એન્જીનિયરોએ બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરતા CPI ઓફીસ લોકેશન પાસે અરજદારના પત્ની રીક્ષામા બેસતા દેખાઈ આવેલ અને ત્યારબાદ તે રીક્ષા નો રજી.નં. GJ-01-DU-2653 શોધી કાઢી તે રીક્ષા ચાલકને પકડી સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ખાતે લાવી અરજદારને મોબાઈલ પરત સોંપેલ.

મુદામાલઃ-
(૧) OPPO કંપનીનો મોબાઈલ કિ.રૂ. ૧૦,૫૦૦/-

કામગીરીમાં જોડાયેલ અધિકારીશ્રી તથા કર્મચારીઓ:-
(૧) પો.સબ.ઇન્સ.શ્રી એસ.કે.જાડેજા નેત્રમ ઇન્ચાર્જ
(૨) અનાર્મ હે.કો. જયેશભાઈ ઝવેરભાઈ ચૌહાણ
(૩) અનાર્મ પો.કો. અસ્મિતાબેન હસમુખભાઈ સોલંકી
(૪) અનાર્મ પો.કો. ધર્મેશભાઈ અરવિંદભાઈ જીડીયા
(૫) આર્મ લોકરક્ષક દર્શનાબેન શંભુભાઈ સોલંકી
(૬) આ.સો.સીની.એન્જી. અજય ભુપતભાઈ મુળિયા

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.