આજ રોજ સાબરકાંઠા નો મુખ્ય મથક હિંમતનગર ખાતે અર્બુદા દ્વારા સાબરકાંઠા કલેક્ટર શ્રી - At This Time

આજ રોજ સાબરકાંઠા નો મુખ્ય મથક હિંમતનગર ખાતે અર્બુદા દ્વારા સાબરકાંઠા કલેક્ટર શ્રી


આજ રોજ સાબરકાંઠા નો મુખ્ય મથક હિંમતનગર ખાતે અર્બુદા સેના દ્વારા સાબરકાંઠા કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

જેમાં અર્બુદા સેના દ્વારા કલેકટર કચેરી ખાતે સૂત્રધાર કરવામાં આવ્યું

અર્બુદા સેનાના અધ્યક્ષ માન. વિપુલભાઈ ચૌધરીને ન્યાય અપાવવા બાબત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

અર્બુદા સેના દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી
અર્બુદા સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ ગૃહમંત્રી તથા પૂર્વ ચેરમેન અમૂલ ફેડરેશન શ્રી વિપુલભાઈ ચૌધરીને રાજકીય કિન્નાખોરીથી ખોટા કેસો ઉભા કરીને વિધાન સભાની ચુંટણીમાં ભાગ ન લઈ શકે તે ઈરાદાથી સરકારશ્રી દ્વારા ધરપકડ કરેલ છે. અગાઉ પણ દૂધ સાગર ડેરીની ચુંટણીમાં ચુંટણી જાહેર થઈ તે જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી.

આમ વિધાનસભાની ચુંટણી નજીક હોવાથી લોકશાહી પ્રક્રિયાનું હનન કરીને ધરપકડ કરવામાં આવેલ છે. તે સંદર્ભે માન. વિપુલભાઈ ચૌધરીને ન્યાય નહિં મળે તો અર્બુદા સેનાના કાર્યકરો, પશુપાલકો અને સમાજના આગેવાનો અનિશ્ચિત સમય મર્યાદા સુધી ધરણા, ઉપવાસ તથા જેલ ભરો કાર્યક્રમો કરશે.

ત્યારબાદ સાબરકાંઠા પોલીસ દ્વારા અર્બુદા સેનાના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી

રીપોર્ટ આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.