પ.પૂ. ડો. વાગીશ કુમારજી‌ના આશીર્વાદ દ્વારા શ્રીમદ ભાગવત કથાનો સંખેડા દશાલાડ‌ ભવન ખાતે દબદબાભેર પ્રારંભ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/l8grlslwtir3v5ho/" left="-10"]

પ.પૂ. ડો. વાગીશ કુમારજી‌ના આશીર્વાદ દ્વારા શ્રીમદ ભાગવત કથાનો સંખેડા દશાલાડ‌ ભવન ખાતે દબદબાભેર પ્રારંભ


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

અધિક માસ નિમિત્તે સંખેડા દશાલાડ ભવન ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કથામાં ગીરીરાજધરણ લીલા મહોત્સવ ભક્તિ સભર ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ ખાતે ગોપી મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાના સુંદર આયોજનમાં વ્યાસપીઠ ઉપરથી કથાકાર - સુપ્રસિદ્ધ પરમહીત આધ્યાત્મિક સંકુલ ચાણોદવાળા નયનભાઈ શાસ્ત્રી કરાવી રહ્યા છે. જે અંતર્ગત કથામાં વામન અવતાર, નરસિંહ અવતાર ,નંદ મહોત્સવ ,રામ જન્મોત્સવ, વગેરે ઉત્સવની સાથે ગીરીરાજધરણ શ્રીજી તુમ્હારે શરણ પરિક્રમા કરીને ગોવર્ધન લીલામાં વૈષ્ણવો દૂધની ધારા કરીને પરિક્રમા કરીને સાક્ષાત વ્રજના જતીપુરાની યાદ અપાવતો વ્રજનો માહોલ સર્જાયો હતો. સૌ ભક્તજનોએ સમૂહમાં આરતી કરીને અલૌકિક લહાવો લીધો હતો. અધિક માસ નિમિત્તે કથા મંડપ ભકતજનોથી ભરચક રહ્યું છે અને તમામ વૈષ્ણવો પણ પવિત્ર અધિક માસમાં કથાનું શ્રવણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
9428428127


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]