પાવાગઢ ખાતે રવિવાર અને ચૈત્રી નવરાત્રીના દિવસોને ધ્યાને રાખી દુર્ઘટના,જાનહાની ન સર્જાય તે માટે પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રૂટ ઉપર ભારે તેમજ હળવા વાહનો પર પ્રતિબંધ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kz1b3t12gustkcqc/" left="-10"]

પાવાગઢ ખાતે રવિવાર અને ચૈત્રી નવરાત્રીના દિવસોને ધ્યાને રાખી દુર્ઘટના,જાનહાની ન સર્જાય તે માટે પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રૂટ ઉપર ભારે તેમજ હળવા વાહનો પર પ્રતિબંધ


પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે મુખ્યત્વે રવિવારના દિવસોમાં યાત્રાળુઓ /લોકોની ખૂબ જ મોટી સંખ્યામાં અવર જવર રહેતી હોઈ તે દરમ્યાન અકસ્માત કે જાનહાનિ ન સર્જાય તેમજ પાવાગઢથી માંચી સુધીનો રસ્તો ખુબ જ વાંકો-ચુકો, ચઢાણ ઉતરાણવાળો તથા સાંકડો હોય ટ્રાફીકનું નિયમન કરવું જરૂરી બનતું હોઈ,જાહેર હિતમાં પાવાગઢ તળેટીથી માંચી સુધીના રસ્તાઓ ઉપર ભારે તેમજ હળવા વાહનોની અવર જવર ઉપર તથા ચીજવસ્તુઓ સાથે અથવા ચીજવસ્તુઓ વગર ગધેડાઓ દોરી જનારા કે અન્ય પશુઓ ઉપર તરફ દોરી જનારા પર નિયંત્રણ કરવું જરૂરી જણાતું હોઈ ઉપરોકત વિગતે દુર્ઘટના, જાનહાની ન સર્જાય તે માટે પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રૂટ ઉપર ભારે તેમજ હળવા વાહનો જેવા કે ટ્રક, ટેક્ષી, ટેમ્પો, જીપ, લકઝરી બસ, મેટાડોર, ઓટો રીક્ષા, દ્વી ચક્રી વાહનો સહિત ઈધણથી ચાલતા તમામ પ્રકારના વાહનો તથા ચીજ વસ્તુઓ સાથે અથવા ચીજ વસ્તુઓ વગર પશુઓ દોરી જનારાઓ કે તે માલ સામગ્રી વહન કરનારાઓ ઉપર નિયંત્રણ કરવું અને તે માટે ટ્રાફીકનું નિયમન કરવું જાહેર હિતમાં જરૂરી જણાતા પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આશીષ કુમાર (આઈ.એ.એસ.) દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) અન્વયે મળેલ અધિકારની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.

જે અંતર્ગત
(૧) તા.૦૭/૦૪/૨૦૨૪ના રવિવારના ૦૦:૦૦ કલાકથી ૧૯:૦૦ કલાક સુધી..
(૨) ચૈત્રી નવરાત્રી પર્વ દરમ્યાન તા.૦૯/૦૪/૨૪ થી તા.૨૩/૦૪/૨૪ (બંને દિવસો સહિત).
(૩) તા.૨૪/૦૪/૨૪ થી તા.૦૬/૦૬/૨૪ દરમ્યાન આવતા તમામ રવિવારના ૦૦:૦૦ કલાકથી ૧૯:૦૦ કલાક સુધી.
(૪) પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધી જવાના રસ્તા ઉપર ઉકત નિર્દિષ્ટ કર્યા મુજબના ખાનગી ભારે તથા હળવા વાહનો અવર જવર કરી શકશે નહિં.
(૫) કોઈપણ પ્રકારના વાહનો અથવા પશુઓ દ્વારા સાધન સામગ્રી, ચીજ વસ્તુઓનું વહન કરી શકાશે નહિં. પશુઓ દોરી જનારાઓએ માંચીથી દુધીયા તળાવ પાવાગઢ સુધીના રસ્તા ઉપર અવર જવર કરવી નહિં.
(૬) હાલોલ ટીમ્બી ત્રણ રસ્તાથી, જેપુરા ચોકડી, વડાતળાવ ચોકડી, ઢીંકવા ચોકડી તેમજ ધનકુવા ચોકડીથી પાવાગઢ ખાતે પ્રવેશતા ખાનગી ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ રહેશે.વાહનોનું પાર્કિંગ પંચમહોત્સવ વાળી ખાલી જગ્યાએ અને એસ.ટી.બસનો પોઈન્ટ વડા તળાવ રાખવો.
(૭) આ પ્રતિબંધ આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરતા વાહનો, એસ.ટી.બસો, સરકારી ફરજ ઉપરના વાહનો તથા આરોગ્ય સેવાઓના ઉપયોગમાં આવનાર વાહનોને લાગુ પડશે નહિં.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ની કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

રીપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]