7 મિનિટમાં બાઈક ચોરીને લઇ જતા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kvsdjqymuqtbsmbg/" left="-10"]

7 મિનિટમાં બાઈક ચોરીને લઇ જતા


હિંમતનગરમાં સહકારી જીન વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં બે શખ્સો મધરાત બાદ ચાલતા ચાલતા આવ્યા અને 7 મિનિટમાં બાઈક ચોરીને લઇ જતા આ શખ્સો બાઈક સાથે CCTVમાં કેદ થયા છે. જે CCTV સામે આવ્યા છે. તો આ ચોરી અંગે હિંમતનગર એડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. તો પોલીસે પણ CCTV ફૂટેજ લઈને કાર્યવાહી હાથ ધરી છે

આ સહકારી જીન રોડ પરથી પોલીના ડર વગર ચાલતા સોસાયટીમાં પ્રવેશીને બાઈક ચાલુ કરીને 7 મિનિટમાં બાઈક ચોરી કરીને લઇ જતા CCTVમાં કેદ થયા હતા. જે CCTV આજે સામે આવ્યા છે. ત્યારે આ અંગે હિંમતનગર એડીવીઝન પોલીસ સ્ટેશનમાં 57 નંબરના ભાડુઆતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે CCTV ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે. જોકે રાત્રીના 3 વાગેના સમયે શખ્સો રોડ પર ચાલતા ફરતા જોવા મળે છે, પરંતુ પોલીસ ક્યાંય જોવા મળતી નથી જેને લઈને સ્થાનિકોની માગ છે કે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવું જોઈએ. ઉપરાંત હાલમાં લોકસભાની ચૂંટણી છે પરંતુ કોઈ પોલીસ જોવા ના મળે તે પણ એક બેદરકારી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]