બોટાદની સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને ટપાલ લખી ફરજિયાત મતદાન કરવા અનુરોધ કર્યો - At This Time

બોટાદની સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને ટપાલ લખી ફરજિયાત મતદાન કરવા અનુરોધ કર્યો


લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ બોટાદ જિલ્લો

બોટાદની સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને ટપાલ લખી ફરજિયાત મતદાન કરવા અનુરોધ કર્યો

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આગામી બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો.જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટિઝ અંતર્ગત અનેકવિધ જનજાગૃતિની પ્રવૃતિ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે બોટાદની સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટે પોતાના માતા-પિતાને ટપાલ લખી ફરજિયાત મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો,સાથોસાથ આજુ-બાજુમાં રહેતા નાગરિકો પણ અવશ્ય મતદાન કરે તેની કાળજી રાખવા ભલામણ કરવામાં આવી હતી.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.