ઈસનપુર "જે" ડિવિઝન ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ મંજુરહુસેન ને પુષ્પ ગુચ્છ અને ફૂલો વર્ષાવી શુભેચ્છાઓ સાથે બદલી ની વિદાય આપી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kuzopxfk1orljady/" left="-10"]

ઈસનપુર “જે” ડિવિઝન ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ મંજુરહુસેન ને પુષ્પ ગુચ્છ અને ફૂલો વર્ષાવી શુભેચ્છાઓ સાથે બદલી ની વિદાય આપી.


બદલી અને બઢતી તો પોલીસ વિભાગ નો નિયમ છે જે સૌ પોલીસ કર્મચારીઓ એ હસતા મોઢે સ્વીકારતા જ હોય છે,

આવી જ એક બદલી ઈસનપુર જે ટ્રાફિક ડિવિઝનમાં એક ઉંમરના પડાવ સુંધી અને પોલીસ વિભાગમાં વર્ષો નો અનુભવ ધરાવતા અને નિવૃત્તિ ના આરે હોય અને પોલીસ કર્મચારી તરીકે પોતાની સામાજીક જવાબદારી સાથે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા એવા ઈસનપુર જે ટ્રાફિક ડિવિઝનમાં અને મણીનગર રેલ્વે સ્ટેશન ટ્રાફિક ચોકી ના ટ્રાફિક કોન્સ્ટેબલ બીટ ઇન્ચાર્જ તરીકે મંજુરહુસેન પઠાણ ને ટ્રાફિક વિભાગમાં થી અન્ય પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વિભાગ દ્વારા બદલી જાહેર થયેલ,

ઈસનપુર જે ટ્રાફિક ડિવિઝન ના મંજુરહુસેન પઠાણ ની બદલી થતાં તારીખ ૨૨ માર્ચ ૨૦૨૪ ના રોજ રેલ્વે સ્ટેશન પાસે પોલીસ ચોકી એ છેલ્લો ફરજ નો દિવસ હોય બિટ ના સાથી પોલીસ કર્મચારીઓ અને ટી આર બી ના કર્મચારીઓ સહિત મણીનગર વિધાનસભા ના પત્રકારો, વેપારીઓ અને શુભચિંતકો દ્વારા તારીખ ૨૨ માર્ચ ૨૦૨૪ ના રોજ રેલ્વે સ્ટેશન પાસે પોલીસ ચોકી ઉપર પુષ્પ ગુચ્છ આપી શુભેચ્છાઓ સાથે ફૂલો વર્ષાવી બદલી માટે હર્ષ ની લાગણી સાથે વિદાય આપી હતી.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]