આજરોજ ઘડી મુકામે 'કુસુમબેન સાર્વજનિક લાયબ્રેરી' ખાતે સ્વર્ગસ્થ કુસુમબેન ની જન્મ જયંતી નિમિત્તે તેમના પરિવાર દ્વારા - At This Time

આજરોજ ઘડી મુકામે ‘કુસુમબેન સાર્વજનિક લાયબ્રેરી’ ખાતે સ્વર્ગસ્થ કુસુમબેન ની જન્મ જયંતી નિમિત્તે તેમના પરિવાર દ્વારા


આજરોજ ઘડી મુકામે 'કુસુમબેન સાર્વજનિક લાયબ્રેરી' ખાતે સ્વર્ગસ્થ કુસુમબેન ની જન્મ જયંતી નિમિત્તે તેમના પરિવાર દ્વારા પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું. ભોજન બાદ 1:00વાગે, લાઈબ્રેરી હોલમાં દર માસે યોજાતી અભિવ્યક્તિ વર્તુળની ૪૩ મી બેઠક રાખવામાં આવી. આ વિસ્તારની પ્રાથમિક શાળાઓમાંથી ત્રણ સ્પર્ધાઓ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા. તેમાં વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તથા નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવી. અગાઉથી હરીફાઈના લગભગ ૫૦ કરતાં વધારે નામો નોંધાયાં હતા. ત્રણે સ્પર્ધાઓના નિર્ણાયકો તરીકે અભિવ્યક્તિ વર્તુળના સર્જકોએ સેવા આપી. સ્પર્ધાઓ પૂરી થતાં દરેક સ્પર્ધામાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરો નક્કી થયા. 'કુસુમબેન સાર્વજનિક લાયબ્રેરી'ના સ્થાપક અને ધુરા વાહક આદરણીય શામળભાઈ રાઠોડ અને તેમના ભાઈ વિનોદભાઈ શ્રોફ દ્વારા આ સ્પર્ધકો ને મહેમાનોને હાથે ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમમાં આવેલા ઘડી ગામના સરપંચ શ્રી કૌશિકભાઈ સુથારે પણ પોતાના તરફથી ઇનામો આપ્યાં.ભાગ લેનાર દરેક સ્પર્ધકને પેન આપી પ્રોત્સાહિત કર્યા.
કાર્યક્રમ માં હાજર રહેલા (અંદાજે દોઢસો)તમામની
ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી.સ્પર્ધા ના કો- ઓર્ડીનેટર શ્રી પ્રજ્ઞેશભાઈ પંડ્યા એ એના માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
ભોજન પછી અભિવ્યક્તિ વર્તુળ -તલોદની 43મી બેઠક લાઈબ્રેરી હોલમાં રાખવામાં આવી. એમાં કાર્યક્રમનું સંચાલન લઘુ કથાકાર પ્રેમજી પટેલે કર્યું. એમાં નિબંધકાર અરવિંદસિંહ રાઠોડ (વાઘપુર), નિબંધકાર નરેન્દ્ર સિંહ વાઘેલા (તલોદ), ખ્યાત શાયર કનુભાઈ પટેલ ( પુંસરી), જાણીતા વાર્તાકાર કિશનસિંહ પરમાર( વક્તાપુર ),વાર્તાકાર બાબુભાઈ પટેલ (ખેરોલ) નામી ગઝલકાર પ્રજ્ઞેશ પંડ્યા (ઘડી) તથા સુગ્ન ભાવક રહેમાન ભાઈ મન્સૂરી (તલોદ) વગેરે હાજર રહ્યા. દરેક સર્જકે પોતપોતાની મૌલિક કૃતિઓ રજૂ કરી. સાહિત્યિ ક આનંદ માણ્યો. આજનો આખો દિવસ અવસર બની રહ્યો. આજના દિવસનું કેન્દ્ર માનનીય શામળભાઈ રાઠોડ ને દિલથી સલામ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.