ઈન્સ્ટાગ્રામમાં મુકેલી રીલ પર બીભત્સ ગાળો ભાંડનાર શખ્સ સામે ગુનો નોંધાયો - At This Time

ઈન્સ્ટાગ્રામમાં મુકેલી રીલ પર બીભત્સ ગાળો ભાંડનાર શખ્સ સામે ગુનો નોંધાયો


ઈન્સ્ટાગ્રામમાં મુકેલી રીલ પર બીભત્સ ગાળો ભાંડનાર શખ્સ સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં એટ્રોસીટીની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે ધરમનગર આવાસ કવાર્ટરમાં રહેતા કિરણબેન નામની યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઈન્સ્ટાગ્રામ આઈડી ધારક નિરવ મોરી નામના શખ્સનું નામ આપતા યુનિ. પોલીસે આરોપી વિરૂધ્ધ એટ્રોસીટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તેણી ઘરકામ સાથે ઓનલાઈન પ્રોડકટ વેચવાનું કામ કરે છે. ગઈ તા.24/3ના તેઓ હોસ્પીટલ ચોકમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સાફ સફાઈ કરવા માટે ગયેલ હતા.
ત્યારે તેઓએ પ્રતિમાની આસપાસ ગંદકી થયેલ હોય તેવું જોવામાં આવતા તે સાફ સફાઈ કરવા માટે સીસીટીવી કેમેરા મુકવા વિનંતી કરતો વિડીયો મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી ઈન્સ્ટાગ્રામ આઈડી પર રીલ પોસ્ટ કરેલ હતી. દરમ્યાન ગઈકાલે તેણીએ તેમના પુત્રને તેમણે મુકેલ વિડીયોમાં કેટલા લોકોએ કોમેન્ટ કરેલ છે તે જોવાનું કહેતા તેમના પુત્રએ કહેલ કે રીલ પર ઈન્સ્ટાગ્રામ યુઝર્સ મોરી 509 વાળી આઈડી પરથી એક બીભત્સ કોમેન્ટ કરેલ છે. જેથી તેમને મેસેજ કરેલ કે મારી રીલ ઉપર આવી ખરાબ કોમેન્ટ કેમ કરો છો. જે બાદ તે રીલ ડીલીટ કરી નાખેલ હતી. બાદમાં ગઈ રાતના આરોપીના ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી એક બીભત્સ વોઈસ મેસેજ આવેલ જેથી તેને ગાળો નહીં આપવા જાણ કરેલ છતાં આરોપીએ ધમકી આપી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.