મનરેગાના ચાલુ કામોની મુલાકાત દરમિયાન મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત અંદાજિત 500 લાભાર્થીઓને મતદાન કરવા શપથ ગ્રહણ કરવામાં આવ્યા. - At This Time

મનરેગાના ચાલુ કામોની મુલાકાત દરમિયાન મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત અંદાજિત 500 લાભાર્થીઓને મતદાન કરવા શપથ ગ્રહણ કરવામાં આવ્યા.


અરવલ્લી-લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલ્લીમાં થઈ રહ્યા છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે. બાયડના ઇન્દ્રાણ તથા પીપોદરા માં માન.તાલુકા વિકાસ અધિકારીની મનરેગાના ચાલુ કામોની મુલાકાત દરમિયાન *મતદાર જાગૃતિ અભિયાન* અંતર્ગત અંદાજિત 500 લાભાર્થીઓને મતદાનના મહત્વ અંગે સમજણ આપી ત્યારબાદ મતદાન કરવા શપથ ગ્રહણ કરવામાં આવ્યા અને આગામી લોકસભા-2024 માં મતદાન વધારવા અપીલ કરી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.