રાજકોટનું 100 ખેલૈયાના ગ્રુપને ગરબા રમતા જોઈ બધા અવાક થઈ જાય, કોઈ મોરપીચ્છનો મુગુટ તો કોઈ રંગબેરંગી છત્રી સાથે રાસ રમે છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kmhb6lsyu13xkpal/" left="-10"]

રાજકોટનું 100 ખેલૈયાના ગ્રુપને ગરબા રમતા જોઈ બધા અવાક થઈ જાય, કોઈ મોરપીચ્છનો મુગુટ તો કોઈ રંગબેરંગી છત્રી સાથે રાસ રમે છે


નવલા નોરતાની શરૂઆત થયા બાદ એક સપ્તાહ કેવી રીતે પૂરું થઇ ગયું તેનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી. જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ ખેલૈયાઓમાં ઉત્સાહ વધતો જોવા મળી રહ્યો છે અને અર્વાચીન ગરબામાં જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવું લાગે છે. આજે ખાસ વાત કરવી છે રાજકોટના ક્લબ યુવી રાસોત્સવની. આમ તો આ માત્ર કડવા પાટીદાર સમાજના લોકો માટે થતું આયોજન છે. તેમાં આવતા તમામ લોકો પરિવારના સભ્યો જ માની શકાય. પરંતુ એક એવું ગ્રુપ આવે છે કે જેમાં એકસાથે 100 જેટલા ખેલૈયાઓનો સમાવેશ થાય છે. જેમાં કોઈએ મોરપીચ્છનો મુગટ તો કોઈ રંગબેરંગી છત્રી સાથે ગરબા ઘૂમે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]