*ખોજા સમાજ ના જીવદયા પ્રેમીએ બે ગાય નો જીવ બચાવનાર સોહીલ ઈક્બાલભાઈ પિરાણી ને બોટાદ ની સો.. સો..*સલામ - At This Time

*ખોજા સમાજ ના જીવદયા પ્રેમીએ બે ગાય નો જીવ બચાવનાર સોહીલ ઈક્બાલભાઈ પિરાણી ને બોટાદ ની સો.. સો..*સલામ


*ખોજા સમાજ ના જીવદયા પ્રેમીએ બે ગાય નો જીવ બચાવનાર સોહીલ ઈક્બાલભાઈ પિરાણી ને બોટાદ ની સો.. સો..*
🪷🪷🪷🪷🪷🪷🪷 🪷
*તા-5-જુલાઈ-2022 ના રોજ બોટાદ ના છત્રી વાળા ખાચામાં વસાણી ડેલા પાસે રાત્રે 8-30-કલાકે GEB ના લાઈટ ના આ થાંભલા માં ભારે કરંટ (સોટ) આવતો અને તેના હિસાબે વિચરતી એક ગાય અચાનક તે થાંભલા પાસે પંહોચતા તરફડીયા મારવા લાગી અને બીજી ગાય તેને સુંઘવા જતા તેને પણ કરંટ લાગ્યો આ દશ્ય અનેક પ્રજા જોઈ રહી હતી, તો કોઈ મુખાઁ વિડીયો ઉતારતા તો કોઈ ફોટા પાડતા હતા પણ એક મજબુત હ્રદય ના માનવી અને જીવદયા પ્રેમી સોહીલ ઈક્બાલભાઈ પિરાણી (ખોજા) એ આ અબોલ પ્રાણી ને તરફડતા જોઈને પોતાના જીવ ની પરવા કયાઁ વગર મોટુ લાકડુ લઈ ને દોટ મુકે છે અને તાકાત થી પહેલા નાની ગાય ને દુર કરેછે, પણ લાકડુ તુટી જાય છે અને સોહીલ ઝડપથી દોડી ને બીજુ મજબુત લાકડુ લઈને ફરી એજ જુસ્સા થી એકલા હાથે ગાય માતા ને ચાલુ કરંટ હોવા છંતા તરફડતી હાલત માં થી મુકત કરાવે છે અને બન્ને ગાય બચી જાય છે અને જીવી જાય છે, કરુણા પ્રેમીએ પોતાના જીવના જોખમે બે-બે ગાય માતા નો જીવ બચાવીને સોહીલ પિરાણી એ ખોજા સમાજ નું ગૌરવ વધાયુઁ છે તેમને બોટાદ ની જનતા સો..સો.. સલામ કરેછે અને તેની હિમ્મત ને બિરદાવે છે. GEB સ્ટાફે તત્કાલ રીપેરીંગ કરી નાખેલ છે, તેમનો પણ આભાર.. (આસ્થળે જ ગયા વષેઁ બે ગાય મુત્યુ પામેલ)*🙏


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.