ઉના તાલુકાના વ્યાજપુર ગામે લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા ઈસમોને₹21,950 ના મુદ્દા માલ સાથે પકડી પાડતી ઉના પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zjpm1zy2ksvcmbgi/" left="-10"]

ઉના તાલુકાના વ્યાજપુર ગામે લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા ઈસમોને₹21,950 ના મુદ્દા માલ સાથે પકડી પાડતી ઉના પોલીસ


જાહેરમાં જુગાર રમતા ઈસમો ઉપર ઉના પોલીસની ઘોષ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દરસીંગ પવાર સાહેબશ્રી જુનાગઢ રેન્જ , જુનાગઢ તથા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા પ્રોહી જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત - નાબુદ કરવા સખત સુચના કરેલ હોય જે અંગે ઉના પી.આઈ. શ્રી.એમ.યુ.મસી સાહેબ નાઓ ની સુચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડ પોલીસના માણસોની ટીમો બનાવી પ્રોહી - જુગાર ઇસમોને ઝડપી પાડવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ આજરોજ એ.એસ.આઇ. કે.એન.બાકીયા તથા પો.હેડ.કોન્સ . નીલેશભાઇ છગન ભાઇ તથા વિશાલભાઇ અભેસીંગભાઇ તથા પો.કોન્સ . જશપાલસિંહ પ્રતાપભાઇ તથા વિજયભાઇ હાજાભાઇ તથા ભીખુશા બચુશા તથા તથા ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ તથા રાહુલભાઇ નારણભાઇ તથા કનુભાઇ નાજાભાઇએ રીતેના પો.સ્ટાફના માણસો પો.સ્ટે . હાજર હતા તે દરમ્યાન પો.કોન્સ . વિજયભાઇ હાજાભાઇ તથા રાહુલભાઇ નારણભાઇ તથા કનુભાઇ નાજાભાઇ નાઓની સંયુકત બાતમી આધારે વ્યાજપુર ગામે લંકેશ દુકાનની પાસે લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા ઈસમો

( ૧ ) છગનભાઇ મેપાભાઇ મારૂ ( ૨ ) જીતુભાઇ ગોવિંદભાઇ ચૌહાણ ( ૩ ) શૈલેષ ભાઇ રમેશભાઇ ચૌહાણ ( ૪ ) મનુભાઇ દાના ભાઇ ચૌહાણ ( ૫ ) રમેશભાઇ માલાભાઇ સાખટ ( ૬ ) નાનજીભાઇ ચનાભાઇ ચૌહાણ ( ૭ ) રામભાઇ પુંજાભાઇ વાઘ બધા રહે . રહે- વ્યાજપુર તા.ઉના વાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ રૂપીયા -૨૧,૯૫૦ / - ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેશ અંગેની સફળ રેઈડ કરવામાં આવેલ છે . અને તે અંગે ઉના પો.સ્ટે.માં ગુ.ર.નં .૧૧૧૮૬૦૦૮૨૨૦૯૮૯ / ૨૨ જુ.ધા.ક .૧૨ મુજબ ગુન્હો રજી કરાવેલ છે . આ કામની તપાસ એ.એસ.આઇ. એચ.આર.ઝાલા ચલાવી રહ્યા છે .

( એમ.યુ.મસી ) પોલીસ ઇન્સપેક્ટર ઉના પો.સ્ટેશન

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]