ઝીંઝુવાડા પોલીસ મથકના PSI અને કોન્સ્ટેબલ ઉપર જીવલેણ હુમલો, પીએસઆઇને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા - At This Time

ઝીંઝુવાડા પોલીસ મથકના PSI અને કોન્સ્ટેબલ ઉપર જીવલેણ હુમલો, પીએસઆઇને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા


પાટણના સમી પોલીસ મથકના પ્રોહિબીશનના આરોપી જાલિમસિંહ ઝાલા અને જયપાલસિંહ ઝાલા ઝીંઝુવાડામાં હોવાની બાતમીના આધારે ઝીંઝુવાડાના પીએસઆઇ કે વી ડાંગર અને એમનો સ્ટાફ આરોપીને પકડવા માટે ગયા હતા જ્યાં એમના પર છરી સહિતના હશિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવતા ઝીંઝુવાડા પીએસઆઇ કે.વી.ડાંગર અને એક કોન્ટેબલ ગંભીર રીતે ઘવાયો હતો જ્યારે બંને આરોપીઓ પોલીસને થાપ આપીને પોતાની ક્રેટા ગાડીમાં નાસી છૂટવામાં સફળ થયા હતા પોલીસ સ્ટાફ પર આ હુમલામાં પીએસઆઇ કે.વી.ડાંગરને ગંભીર ઇજા પહોંચતાં પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવાયા બાદ એમને વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યા કર્યા છે જેમને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પુષ્કળ લોહી વહી જવાના કારણે હાલ એમની તબિયત ગંભીર હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ પીએસઆઇ કે.વી.ડાંગરની ગઈકાલે જ ઝીંઝુવાડાથી ધ્રાંગધ્રા ડીવાયએસપી કચેરીમાં રીડર ટુ તરીકે બદલી કરવામાં આવી છે આ ગંભીર ઘટનાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ગિરીશ પંડ્યા, ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિત, એલસીબી, એસઓજી સહિત પાટડી, દસાડા અને બજાણા પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઝીંઝુવાડા ગામે દોડી ગયો હતો અને ઝીંઝુવાડામા ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે હાલમાં ઝીંઝુવાડામા અજંપાભર્યો માહોલ છે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અધિકારી ઉપર હુમલાનો આ ત્રીજો બનાવ છે થોડા દિવસો પહેલાં જ થાનના પીએસઆઇ ઉપર હુમલો થયો હતો જે અગાઉ પાણશીણાના પીએસઆઇ ઉપર હુમલો થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.