પોલીસના મારથી યુવકનું મોત થયું'તું: યુવકની હત્યાના આરોપી ASI કાનગડની અંતે ધરપકડ ડીસીબીએ માલવિયાનગર પોલીસને કબજો સોપ્યો : કોર્ટમાં રજુ કરાશે - At This Time

પોલીસના મારથી યુવકનું મોત થયું’તું: યુવકની હત્યાના આરોપી ASI કાનગડની અંતે ધરપકડ ડીસીબીએ માલવિયાનગર પોલીસને કબજો સોપ્યો : કોર્ટમાં રજુ કરાશે


રાજકોટના આંબેડકરનગરમાં ગત ૧૪ તારીખે રાત્રે પિતા- પૂત્રના ઝઘડામાં આવેલ પોલીસ પાસે સમાધાન કરવા ગયેલ યુવકને પોલીસે ઢોર માર મારતા હત્યાની કોશિષનો ગુનો નોંધાયા બાદ સારવારમાં યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો માલવિયાનગર પોલીસે એટ્રોસિટી, હત્યાની કલમનો ઉમેરો કરી શોધખોળ શરૂ કરી હતી દરમિયાન આજે એએસઆઈ ડીસીબી સમક્ષ હાજર થતા અટકાયત કરી માલવિયાનગર પોલીસને કબજો સોપતા પોલીસે આજે કોર્ટમાં રજુ કરશે.
શહેરના આંબેડકરનગરમાં રહેતા રાજુભાઈ સોલંકી અને તેનો પૂત્ર જયેશ ગત ૧૪ તારીખે રાત્રે ઝઘડો કરતા હોય અને પોલીસ બોલાવવામાં આવતા જયેશ મદદ માંગવા જતા હમીરભાઈ ઉર્ફે ગોપાલ દેવજીભાઈ રાઠોડ ઉ.૩૪ સમાધાન માટે ત્યાં ગયા હતા ત્યારે ફરજ પરના પોલીસમેનએ તેને ત્યાં મારકૂટ કરી પોલીસ વેનમાં બેસાડી પોલીસ સ્ટેશને લઈ જઈ પાઈપથી ઢોર માર માર્યો હતો મોડી રાત્રે ઘરે લઈ ગયા બાદ બેભાન થઇ જતા સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડતા માલવિયાનગર પોલીસે અજાણ્યા સામે પત્નીની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો હતો દરમિયાન ૧૬ તારીખે સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો અને કડક કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સાથે પરિવારે હોસ્પિટલ ચોકમાં વિરોધ નોંધાવ્યો હતો.
પોલીસે હત્યા અને એટ્રોસિટીની કલમનો ઉમેરો કરી માર મારી હત્યા કરનાર એએસઆઈ અશ્વિનભાઈ જેઠાભાઈ કાનગડને પકડવા ત્રણ ટીમો દોડાવી હતી સપ્તાહ પછી આજે અશ્વિન કાનગડ ડીસીબી સમક્ષ રજુ થતા પીઆઈ ગોંડલીયા સહિતે અટકાયત કરી માલવિયાનગર પોલીસને કબજો સોપ્યો હતો એસીપી બી જે ચૌધરીએ જણાવ્યું હતું કે વધુ તપાસ અર્થે આરોપીને આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.