અમને કામ મળતું નથી કહી બે મહિલા ઘરકામે રહ્યા બાદ રૂ.5.56 લાખના દાગીના ઉસેડી ગઈ - At This Time

અમને કામ મળતું નથી કહી બે મહિલા ઘરકામે રહ્યા બાદ રૂ.5.56 લાખના દાગીના ઉસેડી ગઈ


કાલાવડ રોડ ઉપર આવેલા નુતનનગરમાં ઘર કામ કરવા આવેલી બે મહિલાએ ઘરની સાફ સફાઈ કર્યા બાદ રૂ.5.56 લાખના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી આદરી છે.
વધુ વિગત મુજબ,કાલાવડ રોડ ઉપર આવેલા નુતનનગરમાં રહેતા કૌમુદીનીબેન અતુલભાઈ મણીયાર(ઉ.વ.66) પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું છે કે,બે અજાણી મહીલાઓ અમારા ઘરે આવેલ અને મને કહેલ કે લોકડાઉનના કારણે અમારું કામ ચાલતુ નથી જેથી અમારે કામ જોઈએ છે.જેથી તમે અમોને કામે રાખો તેમ કહ્યું હતું અને અમારે કામવાળાની જરૂર હોવાથી આ બન્ને મહીલાઓને કામે રાખેલ જેમા એક મહીલાએ તેનુ નામ સીમા હોવાનું જણાવ્યું હતું જ્યારે બીજી મહીલાનુ નામ અમે પુછવાનુ ભુલી ગયા હતા અને બાદ આ બન્ને મહિલાઓ ઘરમાં અલગ અલગ જગ્યાએ કામ કરવા લાગી હતી.
તેઓ સાફ સફાઈનુ કામ કરતી હતી.ત્યારે આ બન્ને મહીલાઓએ કબાટમા રહેલ સોનાની રજવાડી બંગડી નંગ 4,વજન આશરે 60 ગ્રામ, રોડીયમ પાટલા નંગ 2 વજન આશરે 35 ગ્રામ, સોનાની ડાય મંડ પાટલી નંગ વજન આશરે 41 ગ્રામ, રોડીયમની માળા નંગ 1 વજન આશરે 35 ગ્રામ, સોના મોતીની માળા નંગ 1 વજન આશરે 15 ગ્રામ, રીયલ ડાયમંડ નેકલેશ નંગ 1 (25 ગ્રામ ), રીયલ ડાયમંડ પાર્ટ લા નંગ 2 ( 40 ગ્રામ ), સોનાનુ મંગળસુત્ર 17 ગ્રામ અને વીંટી નંગ-1 એમ તમામ જુના સોનાનીની જુની કિમત પ્રમાણે કિ.રૂ.5,53,600 નુ હોય
જે આ બન્ને મહિલાઓ મારા રહેણાંક ઘર માંથી ચોરી કરીને લઇને ગયેલ હોય તો આ બન્ને મહીલા વિરુદ્ધ માલવીયા પોલોસ ફરીયાદ નોંધાવી હતી. આ બનાવમાં કૌમુદીબેને જણાવ્યું હતું કે,આ બંને મહિલાઓ કામ કરીને ઘર બહાર જતી હતી ત્યારે તેણીને બીજા દિવસે આધાર પુરાવો લઈ આવવા કહ્યું હતું.બન્ને મહિલા ગયા બાદ અંદર રુમના કબાટનો સામાન તપાસતા તેમાં દાગીના જોવા મળ્યા નહોતા જેથી ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.તે મામલે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તપાસ કરતા બંને મહિલાઓ બિહારની હોવાનું અને તેઓ ટ્રેન મારફતે ફરાર થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું હતું.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.